Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > રોમૅન્ટિક-કૉમેડી લઈને આવશે છ ફિલ્મમેકર્સ

રોમૅન્ટિક-કૉમેડી લઈને આવશે છ ફિલ્મમેકર્સ

21 November, 2021 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકન ઍન્થોલૉજી ‘મૉડર્ન લવ’ની હિન્દી રીમેક ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે બનાવવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ રોમૅન્ટિક-કૉમેડી માટે ૬ દિગ્ગજ ફિલ્મમેકર્સ સાથે હાથ મિલાવ્યા છે. આ એક ઍન્થોલૉજી રહેશે. અમેરિકન ઍન્થોલૉજી ‘મૉડર્ન લવ’નું આ ઇન્ડિયન ઍડપ્ટેશન છે. ભારતીય પ્રોજેક્ટ માટે માત્ર એનું ટાઇટલ અને થીમ જ લેવામાં આવશે. જોકે એની સ્ટોરી ભારતના વિવિધ ભાગોમાંથી પ્રેરિત હશે. આ ઍન્થોલૉજી માટે ટૅલન્ટેડ અને જાણીતા ઍક્ટર્સને લેવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રોમૅન્સ, સેક્સ્યુઅલ, પારિવારિક, આદર્શવાદી અને સ્વને પ્રેમ કરતા દેખાડવામાં આવશે. ‘હૈદર’ અને ‘મકબુલ’ બનાવનાર વિશાલ ભારદ્વાજ, ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બનાવનાર હંસલ મહેતા, ‘લિપસ્ટિક અન્ડર માય બુરકા’ની અલંક્રિતા શ્રીવાસ્તવ, ‘ધ સ્કાય ઇઝ પિંક’ની શોનાલી બોઝ, ‘બૅન્ગ્લોર ડેઝ’ બનાવનાર અંજલિ મેનન અને ‘લિટલ થિંગ્સ’ના ધ્રુવ સહગલ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ છ ફિલ્મમેકર્સ છ અનોખી સ્ટોરીઝ લોકો માટે લઈને આવશે. આ ઍન્થોલૉજીમાં ભારતમાં થનારી રિયલ લવ સ્ટોરીઝને દેખાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2021 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK