Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શ્રિયા અને સાકિબ કરશે ‘ક્રૅકડાઉન’

શ્રિયા અને સાકિબ કરશે ‘ક્રૅકડાઉન’

22 December, 2021 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્શન-પ્રોજેક્ટની બીજી સીઝનનું શૂટિંગ તેમણે શરૂ કરી દીધું છે

સાકિબ સલીમ

સાકિબ સલીમ


શ્રિયા પિલગાંવકર અને સાકિબ સલીમે ‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે. રિયાઝ પઠાણનું પાત્ર ભજવનાર સાકિબે કહ્યું હતું કે 
‘મારા માટે ‘ક્રૅકડાઉન’નું શૂટિંગ કરવું ખૂબ જ મનોરંજક અનુભવ રહ્યો છે. બીજી સીઝનને લઈને હું સુપર એક્સાઇટેડ છું પરંતુ એટલો જ નર્વસ પણ છું, કારણ કે ખૂબ જ વધુ પ્રેશર છે. પહેલી સીઝનને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને બીજી સીઝન લોકોની અપેક્ષાએ ઊતરે એ માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ.’
આ વિશે શ્રિયાએ કહ્યું હતું કે ‘પહેલી સીઝનમાં મેં પહેલી વાર ઍક્શન કરી હતી. દર્શકોએ પહેલી સીઝનને પસંદ કરી એ માટે અમે આભારી છીએ. બીજી સીઝનને અમે વધુ ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ. ફરી ઍક્શન મોડમાં આવવાની ખુશી છે. અપૂર્વ લાખિયા અને ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK