° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


મોટા સ્ટાર્સને કારણે ફિલ્મ સાઇન કરી હોવા છતાં રિપ્લેસ કરવામાં આવી હતી શેફાલી શાહને

14 January, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શેફાલી શાહે જણાવ્યું હતું કે એક ફિલ્મ તેણે સાઇન કરી અને અચાનક બીજા દિવસે જાણ થાય છે કે તેના બદલે મોટા સ્ટારને સાઇન કરવામાં આવ્યો છે. જોકે એ વિશે તેને જણાવવામાં પણ નહોતું આવ્યું.

 શેફાલી શાહ

શેફાલી શાહ

શેફાલી શાહે જણાવ્યું હતું કે એક ફિલ્મ તેણે સાઇન કરી અને અચાનક બીજા દિવસે જાણ થાય છે કે તેના બદલે મોટા સ્ટારને સાઇન કરવામાં આવ્યો છે. જોકે એ વિશે તેને જણાવવામાં પણ નહોતું આવ્યું. એ પ્રોજેક્ટ કે એ વ્યક્તિ વિશે તેણે ખુલાસો નથી કર્યો. હાલમાં શેફાલી તેની ઍક્ટિંગના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતું નામ બની ગઈ છે. પોતાની સાથે થયેલી એ ઘટનાને યાદ કરતાં શેફાલીએ કહ્યું કે ‘કોઈએ મને પ્રોજેક્ટ માટે સાઇન કરી હતી અને મને બીજા દિવસે જાણ થઈ કે હું એ પ્રોજેક્ટમાં નથી. કંઈ પણ થઈ શકે છે. મને જાણ નહોતી કે લોકો કેવી રીતે વર્તન કરે છે. એથી એ ઘટનાની મારી સાથે કંઈ લેવાદેવા નહોતી જેટલી કે એ વ્યક્તિ સાથે હતી. ફાઇનલી એ રોલ મોટા સ્ટારને મળ્યો. એમાં કોઈ વિવાદ નથી. એ તો ડિરેક્ટરનો અધિકાર છે. જોકે એ બધી વિગતની માહિતી આપવાનું કામ જરૂરી હતું. કાં તો ડિરેક્ટર કૉલ કરીને જણાવે કે હું માફી માગું છું કેમ કે અમને લાગે છે કે કોઈ સ્ટાર આ ફિલ્મ માટે યોગ્ય છે. આ એક માનવતા છે. આ મૂળભૂત નમ્રતા છે. એ વિશે મને ખૂબ ખરાબ લાગ્યું હતું. મને જાણ થઈ કે તેમણે મોટા સ્ટારને કાસ્ટ કર્યો હતો. તે સ્ટાર હતો, હું સ્ટાર નહોતી. હું એક ઍક્ટર હતી. ખરેખર એનાથી મને દુઃખ તો થયું. એક સમજદારી દેખાડવાની હોય છે. ‘અરે બાબા બતા તો દેતે’ બીજી વસ્તુ એ કે મેં સારો રોલ ગુમાવી દીધો હતો એનું દુઃખ હતું.’

14 January, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

શાહરુખથી પ્રેરિત થઈને ગૉડફાધર વગર દિલ્હીથી મુંબઈ આવ્યો હતો તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીન માટે શાહરુખ ખાન હંમેશાંથી સ્ટ્રેન્થનું માધ્યમ બનેલી છે. તે શાહરુખનો મોટો ફૅન છે.

17 January, 2022 08:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

`હ્યુમન` રિવ્યુ : સફેદ કોટ પાછળની કાળી દુનિયા

સ્ટોરી ટુ ધ પૉઇન્ટ અને પર્ફોર્મન્સ ધારદાર છે : શેફાલી શાહ, વિશાલ જેઠવાએ ખૂબ સારું કામ કર્યું છે

16 January, 2022 12:53 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

વિપુલ શાહ સાથે કામ કરવા માટે ‘હ્યુમન’ને પસંદ કરી હતી રામ કપૂરે

રામ કપૂરનું કહેવું છે કે તેણે વિપુલ શાહ સાથે કામ કરવાનું સપનું હોવાથી તેણે ‘હ્યુમન’માં કામ કરવાની હા પાડી હતી.

14 January, 2022 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK