Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘હ્યુમન’માં પોતાના પાત્રને પૅન્ડોરા બૉક્સ સાથે સરખાવે છે શેફાલી

‘હ્યુમન’માં પોતાના પાત્રને પૅન્ડોરા બૉક્સ સાથે સરખાવે છે શેફાલી

04 January, 2022 05:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શેફાલી શાહ તેની આવનારી મેડિકલ થ્રિલર સિરીઝ ‘હ્યુમન’માં તેણે ભજવેલા પાત્રને પૅન્ડોરાના બૉક્સ સાથે સરખાવે છે.

 શેફાલી શાહ

શેફાલી શાહ


શેફાલી શાહ તેની આવનારી મેડિકલ થ્રિલર સિરીઝ ‘હ્યુમન’માં તેણે ભજવેલા પાત્રને પૅન્ડોરાના બૉક્સ સાથે સરખાવે છે. આ સિરીઝમાં તે ડૉક્ટર ગૌરી નાથનો રોલ કરી રહી છે. ૧૪ જાન્યુઆરીએ ડિઝની+હૉટસ્ટાર પર આ સિરીઝ રિલીઝ થવાની છે. આ સિરીઝમાં કીર્તિ કુલ્હારી, વિશાલ જેઠવા, રામ કપૂર, સીમા બિસ્વાસ, આદિત્ય શ્રીવાસ્તવ અને મોહન અગાશે પણ જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહે એને ડિરેક્ટ કરી છે. આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે માનવજાતિ પર વિવિધ દવાઓની ટ્રાયલ કરવામાં આવે છે. એ દરમ્યાન કેટલીક વખત જીવનું જોખમ પણ વધી જાય છે. પોતાના રોલ વિશે શેફાલી શાહે કહ્યું કે ‘ગૌરી નાથ પૅન્ડોરાનું બૉક્સ છે. તમને જાણ નહીં થાય કે કયા સમયે કઈ વસ્તુ બહાર આવી જશે. તે જટિલ, અણધારી અને તેને સમજી ન શકાય એવી છે. આ અગાઉ કોઈએ પણ એ પાત્ર નહીં ભજવ્યું હોય. તેના જેવું કોઈ હોઈ શકે છે એ વિશે પણ કદી નથી સાંભળ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2022 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK