Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

22 October, 2021 03:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સત્યઘટના પર આધારિત એક્શનથી ભરપૂર ‘બુલ’માં તે પેરાટ્રૂપર બનશે

શાહિદ કપૂર

શાહિદ કપૂર


શાહિદ કપૂર આગામી ફિલ્મ ‘બુલ’માં પેરાટ્રુપર બનવાનો છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મને ભૂષણ કુમાર, અમર બુટાલા અને ગરીમા મહેતા પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મની સ્ટોરી ૮૦નાં દાયકાની રહેશે. આદિત્ય નિંબાલકર આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં કરવામાં આવશે. સૈનિકની સ્ટોરી દેખાડનાર આ ફિલ્મને લઈને શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘વાસ્તવિક ઘટના પર આધારિત ‘બુલ’ બ્રિગેડિયર ફરોખ બલસારાની લાઇફને દેખાડશે. પેરાટ્રૂપર બનવાનો મને ગર્વ છે કે જે સ્પષ્ટતા અને બહાદુરીને કારણે ઓળખાય છે. તેમણે એક ઐતિહાસિક અને નિ:સ્વાર્થ મિશનનાં માધ્યમથી પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. પેરાટ્રૂપરની ભૂમિકા ભજવવાની તક મળવી એ મારા માટે સન્માનની વાત છે.’

આ ફિલ્મને લઈને ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘દર્શકો માટે અમે હવે ‘કબીર સિંહ’ બાદ શાહિદ સાથે અદ્ભુત ઍક્શનથી ભરપૂર ફિલ્મ લાવવા માટે ઉત્સાહિત છીએ. અમર બુટાલા અને ગરીમા મહેતા સાથેની અમારી ભાગીદારી અચૂક ઉત્કૃષ્ટ ફિલ્મ લઈને આવશે એની મને ખાતરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2021 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK