° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


જ્યારે શાહરુખે `ફેમિલી મેન`ની સૂચિને આપ્યા 300 રૂપિયા, હજી પણ સાચવી રાખ્યા છે...

17 June, 2021 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટ્રેસ પ્રિયામણી હાલ પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી વેબસીરિઝ `ધ ફેમિલી મેન 2`ને લઈને ચર્ચામાં છે. એક સમયે તેમની કેમિસ્ટ્રીને શાહરુખ ખાન સાથે પણ વખાણવામાં આવી હતી.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

સાઉથની જાણીતી અભિનેત્રી પ્રિયામણી હાલ પોતાની વેબ સીરિઝ `ધ ફેમિલી મેન 2`ને લઈને ચર્ચામાં છે. આમાં તે મનોજ બાજપાઇની પત્ની સૂચિની પાત્રમાં છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ પહેલા તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસના ગીત `1234 ગેટ ઑન ધ ડાન્સ ફ્લૉર`માં દેખાઇ ચૂકી છે. તાજેતરમાં જ તેણે શાહરુખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો. અભિનેત્રીએ શું કહ્યું તે જાણો અહીં...

શાહરુખ અને પ્રિયામણીની કૅમિસ્ટ્રી જબરજસ્ત
ગીતમાં શાહરુખ અને પ્રિયામણીની કૅમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. એક્ટ્રેસના ડાન્સ મૂવ્સને પછી તમામ લોકોએ કૉપી કર્યા. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ગીતના શૂટને યાદ કરતા તેણે કિંગ ખાનના વખાણ કર્યા. એક્ટ્રેસે જણાવ્યું કે તે સમયે એક્ટરે તેને 300 રૂપિયા આપ્યા હતા. 

સફળતાને માથે ચડવા નથી આપતા શાહરુખ
પ્રિયામણીએ કહ્યું, "શાહરુખ ખાન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. હું ન તો એક્ટર પણ એક સારી વ્યક્તિ તરીકે પણ તેમની પ્રશંસક છું. અમે 5 રાત સુધી તે ગીતનું શૂટિંગ કર્યું. શાહરુખ એમ જ બૉલિવૂડના બાદશાહ નથી. તે દેશના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંના એક છે. તે માથે સક્સેસ ચડવા નથી દેતા."

શાહરુખે બધાને કમ્ફર્ટેબલ રાખ્યા
પ્રિયામણી કહે છે કે, "જ્યારે અમે શૂટિંગ કરતા હતા, શાહરુખે બધાની સાથે એક દમ નૉર્મલ હતા. તેમણે બધાને કમ્ફર્ટેબલ રાખ્યા. મને લાગે છે તેમની પર્સનાલિટી, તેમની પ્રતિભા એવી છે કે તમે તેમને હજી વધારે પ્રેમ કરવા માંડો. શાહરુખે મને પહેલા દિવસે ખૂબ જ સહજ અનુભવ કરાવ્યો. શૂટના એક દિવસ પહેલા હું લોકેશન પર પહોંચી ગઈ હતી. શૂટિંગ ખતમ થયા સુધી તે ત્યાં જ હતા. તેમણે બધાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું. આ દરમિયાન અમે તેમના આઇપેડ પર કૌન બનેગા કરોડપતિ પણ રમ્યા. તેમણે મને 300 રૂપિયા આપ્યા હતા જે આજે પણ મારા વૉલેટમાં છે. તે ફક્ત તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવતા રહે છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mani Raj (@pillumani)

બીજા એક્ટર્સ જેવા નથી કિંગ ખાન
એક્ટ્રેસે આગળ જણાવ્યું, "સામાન્ય રીતે એક્ટર્સ ઓવરનાઇટ શૂટ કરે છે અને સવારે રેપ-અપ કરી દે છે. ત્યાર પછી તે પોત-પોતાના હોટેલ્સમાં જઈને સૂઇ જાય છે. જો કે, શાહરુખ આથી સાવ જુદાં છે. તો કોરિયોગ્રાફર્સના અસિસ્ટન્ટ સાથે લાગી જાય છે અને બીજા દિવસની કોરિયોગ્રાફી શીખે છે. તે અડધો કલાક આ સમજતા અને પછી પાછાં જતા હતા."

શાહરુખ ખાન છે હાર્ડવર્કિંગ
પ્રિયામણી પ્રમાણે, "એટલું જ નહીં, શૉટ વચ્ચે પણ અસિસ્ટન્ટ્સ આવીને શાહરુખને સ્ટેપ્સ શીખવતા હતા જેથી સમય વ્યર્થ ન જાય અને દિવસ માટે જે પ્લાન કર્યું હતું, કે બરાબર રીતે શૉટ થઈ જાય. તેમના જેવા માણસને આ કરવાની જરૂર નથી પણ આ તેમની નમ્રતા બતાવે છે. તે ખૂબ જ હાર્ડવર્કિગ છે અને આ જ કારણ છે કે મને તે ખૂબ જ ગમે છે."

17 June, 2021 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

ફિલ્મની સફળતાનું શ્રેય પૂરી ટીમને જાય છે: અતુલ કુલકર્ણી

અતુલ કુલકર્ણીનું કહેવું છે કે જો કોઈ ફિલ્મ સફળ થાય તો એનું શ્રેય આખી ટીમને જાય છે.

01 August, 2021 01:01 IST | mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘એમ્પાયર’ કુણાલ માટે એક્સાઇટિંગ

આમાં પોતે ખૂબ જ ઝનૂની અને ઇમોશનલી કૉમ્પ્લેક્સ પાત્ર ભજવી રહ્યો હોવાનું કુણાલ કપૂર કહે છે

29 July, 2021 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘રુદ્ર’નું શૂટિંગને લઈને નર્વસ છે રાશિ ખન્ના

આ શો દ્વારા અજય દેવગન તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે

29 July, 2021 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK