Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘પીએમ બાસુ’નું કૅરૅક્ટર મમતા બૅનરજીથી પ્રેરિત છે?

‘પીએમ બાસુ’નું કૅરૅક્ટર મમતા બૅનરજીથી પ્રેરિત છે?

14 June, 2021 11:13 AM IST | Mumbai
Nirali Dave

‘ધ ફૅમિલી મૅન 2’માં પ્રધાનમંત્રીનો રોલ કરી રહેલાં સીમા બિસ્વાસ પોતાના પાત્ર વિશે જણાવે છે

સીમા બિસ્વાસ

સીમા બિસ્વાસ


ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની લોકપ્રિય સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનની સફળતા એ છે કે એમાં મુખ્ય કલાકારો ઉપરાંત, નાનાં-મોટાં દરેક પાત્ર લોકોને યાદ રહી ગયાં છે. બીજી સીઝનમાં પ્રાઇમ મિનિસ્ટર બાસુના રોલમાં ‘બૅન્ડિટ ક્વીન’ ફેમ દિગ્ગજ અભિનેત્રી સીમા બિસ્વાસ છે જેની ઍક્શન થકી જ આ શોની સ્ટોરી આકાર લે છે. સીમા બિસ્વાસનો લુક, ઍટિટ્યુડ જોઈને ઘણાને પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજી યાદ આવી ગયાં હશે.

સીમા બિસ્વાસ કહે છે, ‘આ કૅરૅક્ટર કોઈ રિયલ વ્યક્તિથી પ્રેરિત હશે એવું મને નહોતું કહેવામાં આવ્યું. મને બ્રીફ આપવામાં આવી હતી એના પરથી મેં બૉડી-લૅન્ગ્વેજ અને કૅરૅક્ટરિસ્ટિક્સ પકડી. ‘પીએમ બાસુ’ મેન્ટલી કે ફિઝિકલી કોઈ વાસ્તવિક પાત્ર પરથી પ્રેરિત નથી. મેં એવું વિચાર્યું હતું કે હું જો પ્રધાનમંત્રી હોત તો મારો વ્યવહાર કેવો હોત અને આમ પણ હું બંગાળી છું એટલે મારા માટે ‘પીએમ બાસુ’ તરીકેનું કામ સરળ બની ગયું.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 11:13 AM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK