ALTBalaji પર દેખાતી આ વેબ-સિરીઝમાં સમીર નેગેટિવ રોલમાં છે
સમીર સોની
સમીર સોની ‘કાર્ટેલ’માં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે જીવંત ઑક્ટોપસ ખાઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. ALTBalaji પર દેખાતી આ વેબ-સિરીઝમાં સમીર નેગેટિવ રોલમાં છે. તે બિઝનેસમૅન દોરાબજીના રોલમાં છે. દોરાબજી ખૂબ નિર્દય, ચાલાક અને છળકપટ કરનારો હોય છે. પોતાની ક્રૂરતાને સાબિત કરવા માટે તેને લાઇવ ઑક્ટોપસ ખાવાનો સીન કરવાનો હતો. એ સીનનો અનુભવ જણાવતાં સમીર સોનીએ કહ્યું હતું કે ‘મને સી-ફૂડથી નફરત છે અને મારે લાઇવ ઑક્ટોપસ ખાવાનો હતો. જોકે દોરાબજીના કૅરૅક્ટરની નિષ્ઠુરતા, ક્રૂરતા અને તેની અંદરના વિલનને દેખાડવા માટે આ સીન કરવો જરૂરી હતો. એથી અમે ઑક્ટોપસની આજુબાજુ ચિકનના નાના-નાના ટુકડાઓ રાખી દીધા હતા. શૂટિંગ દરમ્યાન મારે એ જ ઉપાડવાના હતા. ઑક્ટોપસવાળો એ સીન ખૂબ સૂગ ચડે એવો હતો. આ અગાઉ મેં કદી પણ એવો સીન નહોતો કર્યો. જોકે મને લાગતુ હતું કે એ અગત્યનો સીન હતો, કારણ કે એના દ્વારા જ એ પાત્રની વ્યાખ્યા કરી શકાતી હતી.’