° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


સલમાન ખાને સુષ્મિતા સેનને કહ્યું 'દબંગ', અભિનેત્રીએ આપ્યો આ જવાબ

28 June, 2020 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાને સુષ્મિતા સેનને કહ્યું 'દબંગ', અભિનેત્રીએ આપ્યો આ જવાબ

સલમાન ખાન, સુષ્મિતા સેન

સલમાન ખાન, સુષ્મિતા સેન

અભિનેત્રી સુષ્મિતા સેને ડિઝની પ્લસ હૉટસ્ટારની વૅબ સિરિઝ 'આર્યા' દ્વારા અભિનય ક્ષેત્રે કમબૅક કર્યું છે. 19 જૂનના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર આ વૅબ સિરિઝ રીલીઝ થઈ છે. જેમાં સુષ્મિતા સેન હાઉસ વાઈફથી ડૉન બનનારી મહિલાનું પાત્ર ભજવી રહી છે. સુષ્મિતાના અભિનયના ચારે તરફ વખાણ થઈ રહ્યાં છે. ત્યારે બૉલીવુડના ભાઈજાન પણ સુષ્મિતાની પ્રશંસા કરવાનું ચુક્યા નથી. સલમાને સુષ્મિતાને દબંગ કહી તો સુષ્મિતાએ વળતા જવાબમાં 'હાય મેરા બચ્ચા' કહીને વખાણ કર્યા હતા.

સલમાન ખાને સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને 'આર્યા'માં સુષ્મિતાના અભિનયના વખાણ કર્યા હતા. આ વીડિયોમાં સુષ્મિતાના ડાયલોગ સંભળાવીને અમુક ખાસ ઝલક પણ દેખાડવામાં આવી છે. તેમજ વીડિયોમાં સિરિઝનો એક ડાયલોગ સાંભળીને સલમાન કહે છે, આને કહેવાય દબંગ. સુષ્મિતાનો કમબેકનો નિર્ણય એકદમ યોગ્ય અને એકદમ યોગ્ય જ હોઈ શકે છે. આર્યા જોયા પછી મારી પાસે પણ એક ડાયલોગ છે, એક બાર જો મૈંને પહલા એપિસોડ દેખ લિયા ઉસકે બાદ મેં એક ભી એપિસોડ નહીં છોડતા.

અભિનેત્રી સુષ્મિતા સેન સલમાને કરેલી પ્રશંસાથી ખુશ થઈ ગઈ હતી અને રીપ્લાય આપતા સુષ્મિતાએ લખ્યું હતું કે, 'હું આમાં વધુ એક ગમતો ડાયલોગ એડ કરવા માગીશ, 'હાય મેરા બચ્ચા'. આભાર સલમાન તમારા પ્રેમ અને વખાણ માટે. આ અમારી આર્યા ટીમ માટે ઘણું મહત્ત્વનું છે. આઈ લવ યુ.'

આર્યા સિરિઝથી અભિનેતા ચંદ્રચૂર્ણ સિંહ અને અભિનેત્રી સુષ્મિતા સેને ડિજિટલ ડેબ્યુ કર્યું છે. જે 19 જૂનથી ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. આ સિરિઝ ડચ સિરીઝ 'પેનોજા'ની હિન્દી રિમેક છે. રામ માધવાનીએ આ વૅબ સિરિઝનું દિગ્દર્શન કર્યું છે.

28 June, 2020 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘ઇનસાઇડ એજ’ની ત્રીજી સીઝનમાં વધુ ક્રિકેટ અને વધુ ડ્રામા હશે

વિવેક ઑબેરૉય, રિચા ચઢ્ઢા, અંગદ બેદી, તનુજ વિરવાણી, અક્ષય ઑબેરૉય, સયાની ગુપ્તા અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા ઍક્ટર્સનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

22 June, 2021 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

ઓશો રજનીશનાં પૂર્વ સેક્રેટરી મા આનંદ શીલાઃ`હું નથી ઇચ્છતી કે લોકો મને યાદ રાખે`

મૂળ વડોદરાનાં પટેલ દંપતિના દીકરી શીલાએ ઓશો રજનીશ સાથે જોડાયા બાદ વિવાદોથી ઘેરાયેલી જિંદગી જીવી છે, અને આજે 72 વર્ષે તે સ્પષ્ટતાથી કહી શકે છે કે આ જિંદગીનું તેમને લગીરેક ગિલ્ટ નથી કે ન તો તે કોઇ કહેવાતા બોજમાંથી મુક્તિ મેળવવા માગે છે.

21 June, 2021 02:50 IST | Mumbai | Chirantana Bhatt
વેબ સિરીઝ

‘જમતારા’ના શૂટિંગ અને રિલીઝ વચ્ચેનાં ત્રણ વર્ષ મુશ્કેલ રહ્યાં: અંશુમન પુષ્કર

કાઠમાંડુ કનેક્શનમાં પણ દેખાયેલો ઍક્ટર જમતારા 2માં જોવા મળશે

18 June, 2021 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK