દેશના ફાર્મા ઉદ્યોગની વાસ્તવિકતા પર પાડશે પ્રકાશ
રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખ હવે જિયો સિનેમા પર રિલીઝ થનારી વેબ-સિરીઝ ‘પિલ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. આ સિરીઝ દ્વારા ફાર્માના ક્ષેત્રમાં થતી અનૈતિકતાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આ સિરીઝનું મોશન પોસ્ટર રિતેશે શૅર કર્યું છે એમાં રિતેશ કહી રહ્યો છે, ‘ઇસ દેશ મેં કિસ બીમારી સે કિતને લોગ મરતે હૈં ઉસકા ડેટા હૈ હમારે પાસ, લેકિન ખરાબ દવાઇ કી વજહ સે કિતને લોગોં કા જાન જા રહા હૈ ઉસકા કોઈ ડેટા નહીં હૈ.’
આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિતેશે કૅપ્શન આપી હતી, ‘તમારી દવા વાસ્તવમાં શાની બની છે? વેબ-સિરીઝ ‘પિલ’ જિયો સિનેમા પર ૧૨ જુલાઈથી શરૂ થવાની છે.’