Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ક્રાઈમ થ્રિલર `અરણ્યક` નું ટ્રેલર રિલીઝ, જુઓ ઝાંબાઝ પોલીસ ઓફિસરમાં રવીના ટંડનનો અવતાર

ક્રાઈમ થ્રિલર `અરણ્યક` નું ટ્રેલર રિલીઝ, જુઓ ઝાંબાઝ પોલીસ ઓફિસરમાં રવીના ટંડનનો અવતાર

23 November, 2021 03:57 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી રવીના ટંડન નેટફ્લિક્સની આગામી ક્રાઈમ થ્રિલર `અરણ્યક` સાથે ડિઝિટલ ડેબ્યુ કરવા માટે પુરી તૈયાર છે.

રવીના ટંડન

રવીના ટંડન


અભિનેત્રી રવીના ટંડને પોતાના અભિનયથી 1990 ના દશકથી દર્શકોના દિલમાં રાજ કર્યુ છે.આ ઉપરાંત રવીના ટંડને પોતાના ડાન્સ મુવ્ઝથી પણ ફેન્સના દિલ જીત્યા છે. હવે અભિનેત્રી રવીના ટંડન નેટફ્લિક્સની આગામી ક્રાઈમ થ્રિલર `અરણ્યક` સાથે ડિઝિટલ ડેબ્યુ કરવા માટે પુરી તૈયાર છે, જેમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે.

એક મહિલા પોલીસ અધિકારી પોતાના કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવા કેવી કેવી સમસ્યાઓનો સામનો કરે તે આ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે.  



લોનાવાલામાં બે મિનિટથી વધુ લાંબા ટ્રેલરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગાઢ જંગલમાં બનેલી વેબ સિરીઝમાં રવીના સ્થાનિક પોલીસની ભૂમિકા ભજવી રહી છે. એક કિશોરવયના પ્રવાસીની હત્યાના સમાચાર તેને હચમચાવી નાખે છે અને તે કેસ ઉકેલવામાં જોતરાઈ જાય છે. 


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)


ટ્રેલરમાં આશુતોષ રાણા, મેઘના માલી અને ઝાકિર હુસૈન પણ છે. 47 વર્ષીય અભિનેત્રી કસ્તુરી ડોગરા નામની ઓફિસરનું પાત્ર ભજવતી જોવા મળશે. તે કહે છે કે તેનું પાત્ર પોતે જ એટલું મજબૂત છે કે તે કોઈપણ રીતે તમારા સુધી પહોંચશે.

કસ્તુરીની વિશેષતાઓ વિશે વિગતવાર જણાવતા, રવીનાએ કહ્યું કે તે અત્યંત સ્વતંત્ર, સુપર ટેલેન્ટેડ પોલીસ ઓફિસર છે. તેણી તેના પુરૂષ સમકક્ષોથી ઘેરાયેલી છે, તેણીની કારકિર્દીમાં કંઈક પ્રાપ્ત કરવા માંગે છે.

`આરણ્યક`ના ટ્રેલર લૉન્ચ દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા અમારા બાળકો, સાસરિયાં, પરિવાર છે, જેણે મને મારા પાત્ર તરફ સંપૂર્ણપણે આકર્ષિત કરી. `આરણ્યક` 10 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર પ્રસારિત થશે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 03:57 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK