Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શેફાલી શાહ ખૂબ જ મજેદાર વ્યક્તિ છે : રામ કપૂર

શેફાલી શાહ ખૂબ જ મજેદાર વ્યક્તિ છે : રામ કપૂર

08 January, 2022 01:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્નેની ‘હ્યુમન’ ડિઝની + હૉટસ્ટાર પર ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે

શેફાલી શાહ

શેફાલી શાહ


રામ કપૂરનું કહેવું છે કે શેફાલી શાહ કૅમેરાની પાછળ ‘ટોટલ ગૂફ બૉલ’ એટલે કે મજેદાર વ્યક્તિ છે. આ બન્નેએ ઘણી વખત સાથે કામ કર્યું છે. આ બન્નેની ‘હ્યુમન’ ડિઝની + હૉટસ્ટાર પર ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ મેડિકલ થ્રિલર શોમાં કીર્તિ કુલ્હારી, વિશાલ જેઠવા, સીમા બિસ્વાસ, આદિત્ય શ્રીવાસ્તવ અને મોહન અગાશે પણ જોવા મળશે. સેટ પર શેફાલીના વર્તનને લઈને રામ કપૂરે કહ્યું હતું ‘શેફાલી સાથે કામ કરવાની હંમેશાંથી મજા આવે છે. બે-ત્રણ વખત મેં તેની સાથે કામ કર્યું છે. તે ખૂબ સારી વ્યક્તિ છે. ‘ટોટલ ગૂફ બૉલ’ છે. કૅમેરાની પાછળ તે ખૂબ મજાકમસ્તી કરે છે. તેની સાથે કામ કરતી વખતે મને પણ મજા આવે છે. એકબીજાની મજાક કરીએ છીએ અથવા તો કોઈની સાથે પ્રૅન્ક કરીએ છીએ. આ જ સારી રીત છે કામ કરવાની, કારણ કે એનાથી તમે હળવા બની જાઓ છો. કામ દરમ્યાન થોડી મજાકમસ્તી કરી શકો છો. મને એવું લાગે છે કે કામ કરવાની એ જ ખરી રીતભાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2022 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK