° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


વિપુલ શાહ સાથે કામ કરવા માટે ‘હ્યુમન’ને પસંદ કરી હતી રામ કપૂરે

14 January, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રામ કપૂરનું કહેવું છે કે તેણે વિપુલ શાહ સાથે કામ કરવાનું સપનું હોવાથી તેણે ‘હ્યુમન’માં કામ કરવાની હા પાડી હતી.

રામ કપૂર

રામ કપૂર

રામ કપૂરનું કહેવું છે કે તેણે વિપુલ શાહ સાથે કામ કરવાનું સપનું હોવાથી તેણે ‘હ્યુમન’માં કામ કરવાની હા પાડી હતી. આ મેડિકલ ડ્રામામાં શેફાલી શાહ, કીર્તિ કુલ્હારી, સીમા બિસ્વાસ, આદિત્ય શ્રીવાસ્તવ અને મોહન અગાશે પણ જોવા મળશે. આજથી આ શોની શરૂઆત ડિઝની + હૉટસ્ટાર પર થવાની છે. વિપુલ શાહ અને મોઝેઝ સિંહે સાથે મળીને એને ડિરેક્ટ કરી છે. આ સસ્પેન્સ થ્રિલરમાં લોકો પર કરવામાં આવતી ડ્રગની ટ્રાયલ પર પ્રકાશ પાડવામાં આવશે. એના દ્વારા કેટલાંક રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવશે. આ શોમાં કામ કરવા માટે હામી ભરવાનું કારણ જણાવતાં રામ કપૂરે કહ્યું કે ‘ખૂબ જ સીધી વાત છે અને એ આ શોમાં સંકળાયેલા લોકો છે. હું કરીઅરમાં જે લેવલ પર છું ત્યારે મારા માટે અગત્યનું છે કે મને જે પ્રકારના લોકો ગમતા હોય, જેમને હું માન આપતો હોઉં અને જેમની સાથે રહેવું ગમતું હોય એ પ્રોજેક્ટ કરું. આખી ટીમમાં વિપુલ અને શેફાલી ડાર્લિંગ્સ છે. મેં શેફાલી સાથે અગાઉ પણ કામ કર્યું છે અને એ ખરેખર અદ્ભુત છે. મારું સપનું હતું કે હું વિપુલ સાથે કામ કરું, બધું જ પર્ફેક્ટ હતું. એથી હું ના ન કહી શક્યો.’

14 January, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

`હ્યુમન` રિવ્યુ : સફેદ કોટ પાછળની કાળી દુનિયા

સ્ટોરી ટુ ધ પૉઇન્ટ અને પર્ફોર્મન્સ ધારદાર છે : શેફાલી શાહ, વિશાલ જેઠવાએ ખૂબ સારું કામ કર્યું છે

16 January, 2022 12:53 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

અબ બસ!

મહેશ ભટ્ટ અને પરવીન બાબીની લવ સ્ટોરીનો હવે અંત આણવો જોઈએ : વિનોદ ખન્ના, કબીર બેદી અને અમિતાભ બચ્ચન સાથેની ઘટનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એને એટલી બોલ્ડ રીતે રજૂ નથી કરાઈ

14 January, 2022 11:55 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

નાર્કોટિક્સની રાણી બેબી પાટણકર પર વેબ-સિરીઝ બનાવશે સંજય ગુપ્તા

દેશમાં નાર્કોટિક્સનું સામ્રાજ્ય ઊભું કરનાર બેબી પાટણકરના જીવનને વેબ-સિરીઝના માધ્યમથી સંજય ગુપ્તા દેખાડશે. ૧૦ પાર્ટની સિરીઝ બનાવવામાં આવશે.

14 January, 2022 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK