હવે પ્રીતિ જાંગિયાની પણ વેબ સિરીઝમાં
પ્રીતિ જાંગિયાની
મહોબ્બતેં’માં અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન સાથે બોલીવુડમાં એન્ટર થનારી અને એ પછી ખાસ કશું ઉકાળી નહીં શકનારી પ્રીતિ જાંગિયાનીને પણ ડિજીટલ પ્લેટફોર્મે નવી લાઇફલાઇન આપી છે. પ્રીતિ હવે વેબ સિરીઝથી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની છે. નવા શરૂ થઈ રહેલાં ‘રાપચિક’ નામના પ્લેટફોર્મ પર આવનારી વેબ સિરીઝ ‘મેડ ફોર ઇચ અધર’ માટે પ્રિતીને સાઇન કરવામાં આવી છે. પ્રીતિ સાથે રાજશ્રી ઠક્કર અને સંદિપ પાટીલ પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.
વેબ સિરીઝમાં ત્રણ એવા કપલની વાત છે જે જેની લાઇફમાં એક સરખાં કિસ્સાઓ બને છે અને એ પછી પણ એ ઘટનાઓની અસર વિપરીત દેખાય છે. જો જીવનસાથી યોગ્ય સ્વભાવનું ન મળે તો કેવી હાલત થઈ જાય એની વાત ‘મેડ ફોર ઇચ અધર’માં કરવામાં આવી છે.