° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


‘ગ્રહણ’ મારી લાઇફનો સૌથી ડિફિકલ્ટ રોલ

14 June, 2021 11:15 AM IST | Mumbai | Rashmin Shah

ગુરુસેવકનું કૅરૅક્ટર કરતા પવન મલ્હોત્રા કહે છે, ‘શૂટિંગ વખતે હું સૂઈ નહોતો શક્યો’

‘ગ્રહણ’નું પોસ્ટર

‘ગ્રહણ’નું પોસ્ટર

ડિઝનીપ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થનારી વેબ-સિરીઝ ‘ગ્રહણ’માં ગુરુસેવકનું લીડ કૅરૅક્ટર પવન મલ્હોત્રા કરે છે. પવન મલ્હોત્રા માટે આ કૅરૅક્ટર કરવું અત્યંત કઠિન હતું. ખુદ પવન મલ્હોત્રા કહે છે કે ‘ગ્રહણ’ મારી લાઇફનો સૌથી કઠિન રોલ છે. પવને કહ્યું હતું કે ‘શૂટિંગ ચાલતું હતું એ દરમ્યાન કૅરૅક્ટર એ સ્તર પર મારા પર છવાયું હતું કે હું અઠવાડિયાંઓ સુધી સૂઈ નહોતો શકતો. આંખ બંધ કરું ત્યારે મને એ જ બધું દેખાય જે હું શૂટ કરતો હતો. એ કૅરૅક્ટર પણ દેખાય અને વેબ-સિરીઝમાં તેણે કરેલાં કામો પણ મને બંધ આંખોમાં દેખાય.’

‘ગ્રહણ’ સત્ય વ્યાસની પૉપ્યુલર નવલકથા ‘ચૌરાસી’ પર આધારિત છે, જે ૧૯૮૪માં દિલ્હીમાં થયેલા પંજાબીઓ વિરુદ્ધ હિન્દુઓનાં રમખાણો પર પ્રેરિત છે. સરકાર એ રમખાણોની તપાસનો આદેશ આપે છે. તપાસ શરૂ થાય છે અને એમાં એક અધિકારી તરીકે આઇપીએસ ઑફિસર અમ્રિતા સિંહને પણ જવાબદારી સોંપવામાં આવે છે.

અમ્રિતાની આ છેલ્લી જવાબદારી છે, કારણ કે તે મૅરેજ કરીને હવે ફૉરેન સેટલ થવાના પ્લાનિંગમાં છે અને એ જ દરમ્યાન તેને ખબર પડે છે કે તેના પપ્પા ગુરુસેવક એ રમખાણોના મુખ્ય આરોપી હોઈ શકે છે. સાચું શું છે, ગુરુસેવકે સેંકડો લોકોની હત્યા કરી છે કે પછી ગુરુસેવક નિર્દોષ છે એ વાતને ‘ગ્રહણ’માં દર્શાવવામાં આવી છે.

14 June, 2021 11:15 AM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

વેબ સિરીઝ

નાગેશ કુકુનુરને કારણે મેં ‘સિટી ઑફ ડ્રીમ્સ’ સાઇન કરી હતી : સચિન પિળગાવકર

એની બીજી સીઝન ૩૦ જુલાઈએ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એમાં ચીફ મિનિસ્ટર જગદીશ ગૌરવના રોલમાં સચિન જોવા મળશે. આ શોમાં અતુલ કુલકર્ણી અને પ્રિયા બાપટ પણ લીડ રોલમાં દેખાશે

27 July, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘રુદ્ર’માં હવે રાશિ ખન્ના અને અતુલ કુલકર્ણીની એન્ટ્રી

‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ એક અદ્ભુત સિરીઝ છે અને ઇન્ડિયામાં કૉપ ડ્રામામાં એ એક ગજબનો બદલાવ લઈને આવશે.

27 July, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘મનોજ બાજપાઈ ઘણો બદ્તમીઝ છે’

આમ કહીને સુનીલ પાલ ઉમેરે છે કે ‘ધ ફૅમિલી મૅન’ અને ‘મિર્ઝાપુર’ જેવા શો પણ પૉર્ન જેવા છે અને એને ઘરે ફૅમિલી સાથે નથી જોઈ શકાતા

26 July, 2021 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK