વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેનું કાલીન ભૈયાનું પાત્ર તેના ફૅન્સને ખૂબ ગમ્યું હતું.

પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ નક્કી કર્યું છે કે તે હવેથી ફિલ્મોમાં અપશબ્દોનો ઉપયોગ નહીં કરે. શાનદાર ડાયલૉગ્સને કારણે તેની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવે છે. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેનું કાલીન ભૈયાનું પાત્ર તેના ફૅન્સને ખૂબ ગમ્યું હતું. અગાઉ તેણે જણાવ્યું હતું કે તે અપમાનજનક શબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરે. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે જો એવા શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર પડી તો એ વાતની તેઓ ખાતરી લેશે કે શું એ કૅરૅક્ટર અને સ્થિતિને બંધ બેસે છે. ફરી એક વખત પોતાનો નિર્ણય સંભળાવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘મેં નક્કી કરી લીધું છે કે મારાં જે પણ પાત્રો હશે એમાં જો ખૂબ જરૂરી લાગ્યું તો જ હું એને ક્રીએટિવ રીતે દેખાડીશ.’