° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


‘પાતાલ લોક’ દ્વારા કૉમેડીની ઇમેજ તૂટવાથી ખુશ છે અભિષેક બૅનરજી

06 May, 2021 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ‘સ્ત્રી’, ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’માં કૉમેડી રોલ કર્યા હતા

અભિષેક બૅનરજી

અભિષેક બૅનરજી

અભિષેક બૅનરજીને એ વાતની ખુશી છે કે ‘પાતાલ લોક’ દ્વારા તેની કૉમેડીની ઇમેજ હવે તૂટી ગઈ છે. તેણે ‘સ્ત્રી’, ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’માં કૉમેડી રોલ કર્યા હતા. જોકે ‘પાતાલ લોક’માં તેના હથોડા ત્યાગીના નેગેટિવ રોલની ખૂબ વાહવાહી થઈ હતી. આ અગાઉ તેણે મરાઠી ફિલ્મ ‘આજી’માં પણ કામ કર્યું હતું. જોકે એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈ જવાનો ભય રહેતાં અભિષેકે કહ્યું હતું કે ‘મને એ વાતનો ડર સતાવતો હતો કે હું કદાચ એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈ જઈશ. હું વિચારતો હતો કે લોકો મને માત્ર કૉમેડી જ શું કામ ઑફર કરે છે? તેઓ મારામાં કૉમેડી સિવાય બીજું કેમ નથી જોતા? એ પણ ત્યારે જ્યારે મેં ‘આજી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. મને એ ચિંતા થતી હતી કે મને એક જ પ્રકારના રોલ મળી રહ્યા છે અને હું એને કેવી રીતે તોડી શકીશ? જોકે ‘પાતાલ લોક’નો આભારી છું કે મારી એ ઇમેજ તૂટી ગઈ છે. લોકોને હવે એ વાતનો અહેસાસ થયો છે કે હું માત્ર કૉમેડી જ નહીં, તમામ પાત્રોને ભજવવામાં સક્ષમ છું.’

06 May, 2021 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

મેકર્સની વિચારધારા પ્રમાણે કામ કરવું પસંદ છે સુનીલ ગ્રોવરને

સુનીલ ગ્રોવરનું કહેવું છે કે તેને એક ઍક્ટર તરીકે અન્યની વિચારધારા પ્રમાણે કામ કરવાનું પસંદ છે. તેની હાલમાં જ ક્રાઇમ-કૉમેડી સિરીઝ ‘સનફ્લાવર’ રિલીઝ થઈ છે

25 June, 2021 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સેક્સોલૉજિસ્ટ કુમુદ મિશ્રા ...

સોની લિવ પર રિલીઝ થનારી વેબ-સિરીઝને ઇમ્તિયાઝ અલી ક્રીએટ કરશે : ‘લૈલા મજનૂ’ ફેમ સાજિદ અલી આને ડિરેક્ટ કરવાના છે

25 June, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

શાહિદ કપૂર ઓટીટી ડેબ્યુને લઈને કેમ બહુ નર્વસ છે?

‘ધ ફૅમિલી મૅન’ ફેમ રાજ અને ડીકેની આગામી વેબ-સિરીઝમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે

24 June, 2021 12:12 IST | Mumbai | Nirali Dave

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK