Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ધ એમ્પાયર’ લઈને આવ્યો નિખિલ અડવાણી

ધ એમ્પાયર’ લઈને આવ્યો નિખિલ અડવાણી

14 July, 2021 01:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયામાં અત્યાર સુધી બનેલા કોઈ પણ શો કરતાં એ એકદમ ગ્રૅન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે

રાજવંશને લઈને આ એક પિરિયડ ઍડ્વેન્ચર-ડ્રામા સિરીઝ છે

રાજવંશને લઈને આ એક પિરિયડ ઍડ્વેન્ચર-ડ્રામા સિરીઝ છે


‘નિખિલ અડવાણી હવે ડિઝની+હૉટસ્ટાર સાથે મળીને ‘ધ એમ્પાયર’ લઈને આવ્યો છે. ઇન્ડિયામાં અત્યાર સુધી બનેલા કોઈ પણ શો કરતાં એ એકદમ ગ્રૅન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજવંશને લઈને આ એક પિરિયડ ઍડ્વેન્ચર-ડ્રામા સિરીઝ છે. આ સિરીઝમાં યોદ્ધા, ઍડ્વેન્ચર, સર્વાઇવર અને રાજાની લાઇફ-સ્ટોરી કરવામાં આવશે. ઇન્ડિયાના ડિજિટલ વર્લ્ડમાં અત્યાર સુધી જોવામાં ન આવ્યા હોય એવા વિઝ્‍યુઅલ આ શોમાં જોવા મળશે. આ વિશે નિખિલ અડવાણીએ કહ્યું કે ‘અમારી ‘ધ એમ્પાયર’ બનાવવી અમારા માટે એક ખૂબ મોટી ચૅલેન્જ હતી, પરંતુ સાથે જ ગર્વની વાત પણ હતી. મારી સાથે ડિરેક્ટર મિતાક્ષરા કુમાર અને એમી એન્ટરટેઇનમેન્ટ માટે પણ અદ્ભુત સ્ટોરીની સાથે ગ્રૅન્ડ વિઝ્‍યુઅલ દેખાડવાનું અમારું લક્ષ્ય હતું. સ્ટોરીથી લઈને સ્ટારકાસ્ટ અને હાઈ પ્રોડક્શન વૅલ્યુ સુધી દરેક વસ્તુ લાર્જર ધેન લાઇફ દેખાડવાનું અમારું લક્ષ્ય હતું જે દર્શકો પર એક ઇમ્પ્રેશન છોડી જાય. ડિઝની+હૉટસ્ટારને કારણે આ વિઝ્‍યુઅલથી ભરેલી સ્ટોરી દર્શકો સુધી પહોંચાડવું શક્ય બન્યું છે. એમી એન્ટરટેઇનમેન્ટના હું અને મારા પાર્ટનર મોનિશા અડવાણી અને મધુ ભોજવાણી મિતાક્ષરા કુમારને ઇન્ટ્રોડ્યુસ કરવાથી ગર્વ અનુભવી રહ્યાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2021 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK