Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ પર આવી રહી છે ‘ચૂના’

નેટફ્લિક્સ પર આવી રહી છે ‘ચૂના’

17 June, 2021 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુષ્પેન્દ્રનાથ મિશ્રાની આ પૉલિટિકલ ડ્રામા સિરીઝમાં જિમી શેરગિલ, ચંદન રૉય, વિક્રમ કોચર, નમિત દાસ સહિતના કલાકારો જોવા મળશે

‘ચૂના’નું પોસ્ટર

‘ચૂના’નું પોસ્ટર


નેટફ્લિક્સનો આગામી ઇન્ડિયન ઓરિજિનલ શો ‘ચૂના’ પૉલિટિકલ ડ્રામા હશે. તાજેતરમાં આ શોની કાસ્ટ અને ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યાં છે. ‘ચૂના’ ઉત્તર પ્રદેશમાં આકાર લેતી રાજકારણની રમત પર આધારિત શો હશે. આ સિરીઝમાં છેલ્લે સોની લિવની સિરીઝ ‘યૉર ઑનર’માં જોવા મળેલો ટૅલન્ટેડ ઍક્ટર જિમી શેરગિલ લીડ રોલમાં છે. ‘રંગબાઝ ફિર સે’ અને ‘યૉર ઑનર’ એમ બે વેબ-સિરીઝ કરી ચૂકેલા જિમીનો નેટફ્લિક્સ સાથે આ પહેલો પ્રોજેક્ટ છે. જિમી શેરગિલ ઉપરાંત આ સિરીઝમાં વિક્રમ કોચર (કેસરી, સૅક્રેડ ગેમ્સ), આશિમ ગુલાટી (હોસ્ટેજિસ), જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી (રાત અકેલી હૈ), મોનિકા પનવર (જમતારા), નિહારિકા દત્ત (પાતાલ લોક), ચંદન રૉય (પંચાયત), અતુલ શ્રીવાસ્તવ (બજરંગી ભાઈજાન) અને નમિત દાસ (અ સૂટેબલ બૉય) જેવા જાણીતા કલાકારો છે.

‘ચૂના’ના ડિરેક્ટર અને પ્રોડ્યુસર પુષ્પેન્દ્રનાથ મિશ્રા છે, જેમણે અગાઉ ‘ધૂમકેતુ’ નામની ફિલ્મ અને ‘તાજમહલ 1989’ વેબ-સિરીઝ બનાવી છે. ઉલ્લેખનીય છે કે ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલા પૉલિટિકલ ડ્રામા ‘તાંડવ’એ ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ‘ચૂના’ના કન્ટેન્ટને કેવો પ્રતિસાદ મળે છે એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2021 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK