પહેલી સીઝનમાં ૨૦૧૨માં થયેલી ગૅન્ગ-રેપની અમાનવીય ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો

રસિકા દુગ્ગલ
‘દિલ્હી ક્રાઇમ’ની ત્રીજી સીઝનમાં રસિકા દુગ્ગલને ફરીથી નીતિ સિંહનો રોલ કરવાની તક મળતાં તે ખુશ છે. તેની પહેલી સીઝનની રિલીઝને ચાર વર્ષ થયાં છે. પહેલી સીઝનમાં ૨૦૧૨માં થયેલી ગૅન્ગ-રેપની અમાનવીય ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એમાં શેફાલી શાહ પણ જોવા મળી હતી. પોતાના રોલ વિશે રસિકા દુગ્ગલે કહ્યું કે ‘આ શોમાં જોડાઈને હું પોતે ગર્વ અનુભવું છું. એના દ્વારા સમાજની વાસ્તવિકતા પર પ્રકાશ પાડવામાં આવે છે. નીતિ સિંહ મારા દિલની ખૂબ નજીક છે. સાથે જ ‘દિલ્હી ક્રાઇમ’ની ત્રીજી સીઝનમાં એ પાત્રને ફરીથી જીવંત કરવાની તક મળતાં હું આભારી છું. હું એ રોલને વધુ એક્સપ્લોર કરવા માટે અને એક એવી ટીમ જે એક મહત્ત્વની કથા પૂરા સમર્પણ સાથે જરૂરી કુશળતા અને સમજદારી સાથે દેખાડે છે તેમની સાથે કામ કરવા આતુર છું.’