આ શોમાં તે તેના ગુડ્ડુ ભૈયાના રોલને જ રીપ્રાઇઝ કરવાનો છે
‘મિર્ઝાપુર 3’નું શૂટિંગ શરૂ
અલી ફઝલ ‘મિર્ઝાપુર 3’નું શૂટિંગ શરૂ થવાથી એક્સાઇટેડ થઈ ગયો છે. આ શોમાં તે તેના ગુડ્ડુ ભૈયાના રોલને જ રીપ્રાઇઝ કરવાનો છે. આ શોમાં પંકજ િત્રપાઠી, રસિકા દુગ્ગલ, શ્વેતા િત્રપાઠી, વિજય વર્મા અને ઈશા તલવાર પણ જોવા મળશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીનું એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવશે. શોને લઈને અલી ફઝલે કહ્યું કે ‘શો ‘મિર્ઝાપુર’માં ટૅલન્ટેડ અને પૉપ્યુલર કલાકારોનો જમાવડો છે. આ બ્રિલિયન્ટ ઍક્ટર્સ સાથે કામ કરવાની પણ એક અલગ મજા છે, કેમ કે મને સેટ પર તેમની પાસેથી ઘણુંબધું શીખવા મળે છે. છેલ્લા એક વર્ષથી અમને સાથે સમય પસાર કરવાની તક નહોતી મળી અને હવે તેમને મળવાની ખુશી છે. દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત હતાં અને તેઓ બિઝી હતા એ જાણીને પણ આનંદ થતો હતો. આ જ કારણ છે કે અમારું આ રીયુનિયન વધુ મજેદાર બની જાય છે. સાથે જ નવા ટ્વિસ્ટવાળી સ્ક્રીનપ્લે હોવાથી ‘મિર્ઝાપુર’ના શૂટિંગને લઈને એક્સાઇટેડ છું.’