આ સિરીઝમાં મનોજ બાજપાઈ ઇન્ટેલિજન્સ ઑફિસર શ્રીકાંત તિવારીનું પાત્ર ભજવી રહ્યો છે
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈનું કહેવું છે કે લોકો જ્યારે ‘ધી ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝનની માગણી કરી રહ્યા છે તો હું લાગણીથી છલકાઈ ગયો છું. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર એની બીજી સીઝન હાલમાં જ રિલીઝ કરવામાં આવી છે. આ સિરીઝમાં મનોજ બાજપાઈ ઇન્ટેલિજન્સ ઑફિસર શ્રીકાંત તિવારીનું પાત્ર ભજવી રહ્યો છે. તે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બૅલૅન્સ જાળવવાનો પ્રયાસ કરે છે. રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકેએ આ સિરીઝ બનાવી છે. સિરીઝ વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘એક સીઝન બનાવવામાં ખૂબ મહેનત કરવી પડે છે. જો ઍમેઝૉન, રાજ અને ડીકે એની ત્રીજી સીઝન બનાવવાનું નક્કી કરે તો મને ખૂબ ખુશી થશે. જોકે એ અગાઉ રાઇટિંગનું કામ પૂરું કરવાનું રહેશે. તમામ ફૉર્માલિટીઝ પૂરી કરવાની રહેશે. મને એ વાતનો ખૂબ આનંદ છે કે લોકો એની સીઝન-3ની ડિમાન્ડ કરે છે. ત્રીજી સીઝનમાં શું હશે એ હું પોતે પણ નથી જાણતો. મારી પાસે સ્ક્રિપ્ટ આવે એની રાહ જોઉં છું.’