° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


કરણ જોહર પર મધુર ભંડારકરે લગાવ્યો ફિલ્મનું ટાઈટલ ચોરવાનો આરોપ

21 November, 2020 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરણ જોહર પર મધુર ભંડારકરે લગાવ્યો ફિલ્મનું ટાઈટલ ચોરવાનો આરોપ

મધુર ભંડારકર, કરણ જોહર

મધુર ભંડારકર, કરણ જોહર

કરણ જોહર (Karan Johar)ને જાણે વિવાદોમાં રહેવાની આદત પડી ગઈ હોય તેવું લાગે છે. ફિલ્મ નિર્માતા સતત વિવાદોમાં ઘેરાયેલો જ રહે છે. હવે તે ફિલ્મનું ટાઈટલ ચોરવાના વિવાદમાં સપડાયો છે. ગયા અઠવાડિયે કરણ જોહરે પોતાના વેબ રિયાલિટી શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બૉલીવુડ વાઇવ્સ’ (Fabulous Lives Of Bollywood Wives)નું ટ્રેલર રિલીઝ કર્યું હતું, તેનું સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર થશે. પણ મધુર ભંડારકર (Madhur Bhandarkar) નું માનીયે તો, ‘બૉલીવુડ વાઇવ્સ’ તેના એક અપકમિંગ પ્રોજેક્ટનું નામ છે. ત્યારે ફિલ્મમેકર મધુર ભંડારકરે કરણ જોહર અને તેની કંપની ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતા પર આરોપ મૂક્યા છે કે, તે લોકોએ વેબ શો માટે તેમની ફિલ્મનું ટાઈટલ ચોર્યું છે.

મધુર ભંડારકરે ટ્વીટ કરીને તેની નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘પ્રિય કરણ જોહર, તમે અને અને અપૂર્વ મેહતાએ મારી પાસે બૉલીવુડ વાઇવ્સ ટાઈટલની માગ કરી હતી પણ મેં ના પાડી દીધી હતી કારણકે મારા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ નૈતિક અને સૈદ્ધાંતિક રૂપે ખોટું છે કે તમે ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બૉલીવુડ વાઇવ્સનો ઉપયોગ કરી લીધો. પ્લીઝ મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો. હું તમને તમારું ટાઈટલ બદલવા વિનમ્ર અપીલ કરું છું’.

સોશ્યલ મીડિયામાં પોતાની વાત કહ્યા બાદ મધુર ભંડારકરે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA)માં પણ ધર્મા પ્રોડક્શન વિરુદ્ધ ફરિયાદ કરી છે. IMPPAનું કહેવું છે કે, તેમણે કરણ જોહરને તેના વેબ શો માટે કોઈ ટાઈટલ બદલવા કંઈ કહ્યું નથી. તો બીજી તરફ રિપોર્ટ પ્રમાણે, આ વિશે ધર્મા પ્રોડક્શન અને નેટફ્લિક્સને લેટર લખીને ટાઈટલ બદલવાનું કહ્યું છે.

જોકે, આ મામલે હજુ સુધી કરણ જોહર કે અપૂર્વ મેહતા તરફથી પણ કોઈ રિએક્શન સામે આવ્યાં નથી. તમને જણાવી દઈ કે, ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બૉલીવુડ વાઇવ્સ’ વેબ શોમાં બૉલીવુડની ફેમસ પત્નીઓ કેવી જિંદગી જીવે છે તે દેખાડવામાં આવશે.

21 November, 2020 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘પંચાયત’ની ત્રીજી સીઝનને મળી પરમિશન

ઍમેઝૉન પ્રાઇમ પર સેકન્ડ સીઝન રિલીઝ નથી થઈ ત્યાં જ થર્ડ સીઝનની પરમિશન આપી દેવામાં આવી, જેનું કારણ સિરિયલની ગુડવિલ છે

11 May, 2021 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ચોથી સીઝનમાં શું હશે?

સાઇ-ફાઇ હૉરર સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની આગામી સીઝન ‘ઇલેવન’ના પાત્ર પર કેન્દ્રિત હશે એવું ટીઝર પરથી લાગી રહ્યું છે

11 May, 2021 12:36 IST | Mumbai | Nirali Dave
વેબ સિરીઝ

શાંતિ માટે શીર્ષાસન કરવાની સલાહ આપી મંદિરા બેદીએ

શીર્ષાસન કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

06 May, 2021 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK