Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > થઈ જાઓ તૈયાર ક્રિમિનલ જસ્ટિસની ત્રીજી સીઝન માટે, મેકર્સે બહાર પાડ્યું ટીઝર

થઈ જાઓ તૈયાર ક્રિમિનલ જસ્ટિસની ત્રીજી સીઝન માટે, મેકર્સે બહાર પાડ્યું ટીઝર

14 June, 2022 09:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`ક્રિમિનલ જસ્ટિસ 3`નું શૂટિંગ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પંકજ ત્રિપાઠીનું નામ OTT વિશ્વમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંકજે ઘણી લોકપ્રિય વેબસિરીઝમાં કામ કર્યું છે. તેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. પંકજની વેબસિરીઝની નવી સીઝન તૂન સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. પંકજની વેબસિરીઝ `ક્રિમિનલ જસ્ટિસ`ની ત્રીજી સીઝન દર્શકો માટે આવી રહી છે.

વેબ સિરીઝ `ક્રિમિનલ જસ્ટિસ`ની અત્યાર સુધી બે સીઝન સ્ક્રીન પર આવી ચૂકી છે. તેથી દર્શકો છેલ્લા ઘણા દિવસોથી ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. હવે `ક્રિમિનલ જસ્ટિસ` અને પંકજ ત્રિપાઠીના ચાહકો માટે સારા સમાચાર એ છે કે `ક્રિમિનલ જસ્ટિસ`ની ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે.



`ક્રિમિનલ જસ્ટિસ`ની ત્રીજી સિઝનનું ટીઝર રિલીઝ


પંકજ ત્રિપાઠી ફરી એકવાર માધવ મિશ્રાની ભૂમિકા ભજવશે. હોટસ્ટારે `ક્રિમિનલ જસ્ટિસ`ની ત્રીજી સીઝનનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરને કારણે દર્શકોને માધવ મિશ્રાની ઝલક જોવા મળી રહી છે. ટીઝરમાં પંકજ ત્રિપાઠી તેમના એ જ અંદાજમાં કહી રહ્યા છે “મારું નામ માધવ મિશ્રા છે અને હું વકીલ છું.” ટીઝર રિલીઝ થતાની સાથે જ દર્શકો હવે વેબસિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. `ક્રિમિનલ જસ્ટિસ`ની ત્રીજી સીઝન 2022ના અંત સુધીમાં હોટસ્ટાર પર પ્રસારિત થશે.


`ક્રિમિનલ જસ્ટિસ 3`નું શૂટિંગ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે. વેબ સિરીઝ `ક્રિમિનલ જસ્ટિસ`ની પ્રથમ સિઝન 2019માં રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ત્રીજી સિઝનનું શૂટિંગ શરૂ કર્યું કારણ કે વેબસિરીઝને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. તેથી ટૂંક સમયમાં આ વેબસિરીઝ દર્શકો માટે આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 09:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK