Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝ હન્ડ્રેડમાં પોલીસનું પાત્ર ભજવવા માટે એક્સાઇટેડ છે લારા દત્તા

વેબ-સિરીઝ હન્ડ્રેડમાં પોલીસનું પાત્ર ભજવવા માટે એક્સાઇટેડ છે લારા દત્તા

24 April, 2020 05:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વેબ-સિરીઝ હન્ડ્રેડમાં પોલીસનું પાત્ર ભજવવા માટે એક્સાઇટેડ છે લારા દત્તા

લારા દત્તા

લારા દત્તા


લારા દત્તા પહેલી વખત પોલીસનું પાત્ર ભજવતી હોવાથી ખૂબ ઉત્સાહિત છે. તે એસીપી સૌમ્યા શુક્લાની ભૂમિકામાં કૉમેડી-ઍક્શન વેબ-સિરીઝ ‘હન્ડ્રેડ’માં જોવા મળવાની છે. હૉટસ્ટારનો આ સ્પેશ્યલ શો મુંબઈ પર આધારિત છે. 25 એપ્રિલે આ શો ડિઝની+હૉટસ્ટાર VIP પર શરૂ થવાનો છે. શોમાં કરણ વાહી, સુધાંશુ પાન્ડે, પરમિત સેઠી, રોહિણી હટ્ટંગડી અને મકરંદ દેશપાંડે પણ જોવા મળશે. પોતાના રોલ વિશે જણાવતાં લારા દત્તાએ કહ્યું હતું કે ‘ફન અને મનોરંજનથી ભરેલી આ શોની સ્ટોરી અજીબ જોડી અને તેમની લાઇફમાં થનારી ગરબડને દેખાડશે. મેકર્સે ખૂબ જ કાળજીપૂર્વક સ્ક્રિપ્ટ લખી એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે ઍક્શન અને હ્યુમર મનોરંજક ઢબે લોકોને પીરસવામાં આવે. મેં કદી પણ ઑન-સ્ક્રીન પોલીસનું પાત્ર નથી ભજવ્યુ. એથી મેં આ રોલ કરવાનું નક્કી કર્યું હતું. મારું પાત્ર પુરુષોની દુનિયામાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. તેની લાઇફમાં આવતા લોકો સાથે તેનો અનોખો સંબંધ હોય છે. સાથે જ સ્થિતિ ગમે એટલી કપરી કેમ ન હોય તે એમાંથી મજબૂતાઈથી બહાર આવી જાય છે. જોકે આ મારી રિયલ લાઇફથી એકદમ અલગ પાત્ર છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2020 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK