તે ‘બમ્બઈ મેરી જાન’માં ફીમેલ ગૅન્ગસ્ટરનું પાત્ર ભજવી રહી છે.

ક્રિતિકા કામરા
ક્રિતિકા કામરાનું કહેવું છે કે તે પોતાની જાતને રિપીટ ન કરે એવા જ રોલ સ્વીકારવાનો તે આગ્રહ રાખે છે. તે ‘બમ્બઈ મેરી જાન’માં ફીમેલ ગૅન્ગસ્ટરનું પાત્ર ભજવી રહી છે. આ પાત્ર પસંદ કરવા વિશે વાત કરતાં ક્રિતિકાએ કહ્યું કે ‘દરેક પ્રોજેક્ટમાં એક યુનિક ફ્લેવર હોય છે અને મને ખુશી છે કે હું પાત્રને સ્ક્રીન પર જીવંત કરી રહી છું. હું મારા પાત્રને રિપીટ ન કરું એ માટે દરેક પાત્રને પસંદ કરવા પહેલાં પૂરતો સમય લઉં છું, કારણ કે લોકો તમને એક જ પ્રકારના પાત્રમાં ઢાળી દે છે. આઉટ ઑફ બૉક્સ વિચારનારા મેકર્સ સાથે કામ કરવા માટે હું ખૂબ જ મહેનત કરું છું. અલગ–અલગ પ્રકારના શોમાં કામ કરવા માટે હું ઑડિશન પણ આપું છું. ઓટીટી પર મેં પૉલિટિકલ ડ્રામા, કૉમેડી, સસ્પેન્સ થ્રિલર અને હવે ક્રાઇમ ડ્રામામાં કામ કર્યું છે. આગામી પ્રોજેક્ટ હવે ફૅન્ટસી અને મિસ્ટરી હશે. મારા માટે મારી આ જર્ની ખૂબ જ સારી રહી છે.’