Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વિકી-કૅટરિનાને ડ્રન્ક-ડાયલ કર્યું હતું આલિયા અને કરણ જોહરે

વિકી-કૅટરિનાને ડ્રન્ક-ડાયલ કર્યું હતું આલિયા અને કરણ જોહરે

19 August, 2022 01:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો ‘કૉફી વિથ કરણ’નો એપિસોડ હાલમાં જ રિલીઝ થયો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કરણ જોહરે હાલમાં જ એ વાતની કબૂલાત કરી છે કે તેણે અને આલિયા ભટ્ટે એક વાર વિકી કૌશલ અને કૅટરિના કૈફને ડ્રન્ક-ડાયલ કર્યું હતું. વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો ‘કૉફી વિથ કરણ’નો એપિસોડ હાલમાં જ રિલીઝ થયો છે. આ એપિસોડમાં વિકીએ તેની પત્ની કૅટરિના વિશે ઘણી વાત કરી હતી. કૅટરિના અને આલિયા ખૂબ જ સારાં ફ્રેન્ડ્સ છે. આલિયાનો પતિ રણબીર કપૂર કૅટિનાનો એક્સ-બૉયફ્રેન્ડ હતો. જોકે કરણ જોહરને દરેક સાથે ખૂબ જ સારું બને છે. આ શોમાં વિકીનાં લગ્ન પહેલાંની વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘આલિયા અને હું એક વાર દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે વિકીને ડ્રન્ક-ડાયલ કર્યું હતું. અમે વાઇન ડ્રિન્ક કરી રહ્યાં હતાં અને તારાઓ જોઈ રહ્યાં હતાં. ત્યારે અમે વિચાર્યું હતું કે કોને કૉલ કરીએ? અમે નક્કી કર્યું હતું કે અમે વિકી અને કૅટરિનાને કૉલ કરીશું. આ વિકીનાં લગ્નના થોડા દિવસ પહેલાંની જ વાત છે. અમે તેમને ફોન કરીને તેનાં લગ્ન માટે અમે ખૂબ જ ખુશ છીએ વગેરે વાત કરી રહ્યાં હતાં. અમે તને થોડું મોડેથી ઓળખતાં થયાં હતાં, પરંતુ કૅટને અમે વર્ષોથી ઓળખીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK