° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


સ્ટૅન્ડ-અપ બનશે કરણ

20 October, 2021 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનમાં તે દેખાશે

કરણ જોહર

કરણ જોહર

કરણ જોહર હવે સ્ટૅન્ડ-અપ કોમિક તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનમાં તે હવે જોવા મળશે. કરણ જોહરનું કહેવું છે કે તે જ્યારે પણ કૉમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચે છે કે સાંભળે છે ત્યારે પણ તેને હસવું નથી આવતું. તે વ્યક્તિ હવે પોતે કૉમેડી કરવા જઈ રહ્યો છે. આ વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘મેં સાચું કહું તો આ વિશે ક્યારેય વિચાર્યું નહોતું. મારું નેચર હસમુખું નથી. હું જોરજોરથી ક્યારેય નથી હસતો. હું જ્યારે કૉમેડીની સ્ક્રિપ્ટ સાંભળું છું ત્યારે પણ હું નથી હસી શકતો. હું હંમેશાં રાઇટર અને નરેટરને પહેલેથી એ વિશે જણાવી દઉં છું. જોકે મને હંમેશાં સ્ટૅન્ડ-અપમાં ઇન્ટરેટ્સ રહ્યો છે. સ્ટેજ પર બધાની સામે ઊભા રહીને તમે કૉમેડી કરી શકો છો એવું દેખાડવું કેવું હોય છે એ મારે જાણવું છે. જોકે જોક્સ લોકોને સમજ ન પડ્યા અથવા તો લોકોને ફની ન લાગ્યા તો શું? આથી મેં એને એક ચૅલેન્જ તરીકે લીધી છે. મને લાગે છે કે આજે કૉમેડી ધીમે-ધીમે ખૂબ જ ફેમસ થઈ રહી છે અને એ હવે પૉપ-કલ્ચરનો ભાગ બની રહી છે. એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં સ્ટૅન્ડ-અપ કૉમેડી ખૂબ આગળ વધી રહી છે જેનો હું પહેલેથી પાર્ટ બનવા માગતો હતો. આથી જ હું આ શોનો પાર્ટ બનવા તૈયાર થયો છું.’

20 October, 2021 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

ક્રિકેટ બૅટલ બની ફૅમિલી બૅટલ

હાર્ડકોર ક્રિકેટની જગ્યાએ ફૅમિલી ડ્રામાનો વધુ સમાવેશ કરવામાં આવ્યો છે : પૈસા હોય તો પાવર અને પાવર હોય તો જેન્ટલમૅનની ગેમ પર કેવી અસર થાય એ અહીં દેખાડવામાં આવ્યું છે

07 December, 2021 01:55 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

‘ધ રેલવે મેન’ આપશે ભોપાલ ગૅસના હીરોને શ્રદ્ધાંજલિ

૧૯૮૪ની દુર્ઘટના પરથી યશરાજ ફિલ્મ્સે બનાવેલા વેબ-શોમાં આર. માધવન, કે. કે. મેનન, બબિલ ખાન અને દિવ્યેન્દુ શર્મા દેખાશે

02 December, 2021 02:00 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

આફત-એ-ઇશ્કઃ ડાયરેક્ટર ઇન્દ્રજીત નટ્ટોજીની સિનેમા આર્ટના માસ્ટર ક્લાસ સમી ફિલ્મ

આ ફિલ્મના ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી, સેટ-અપ તથા અન્ય ડિઝાઇનિંગમાં કળાની હાજરી કેટલી હદે અને કેવી રીતે વર્તાય છે તેમાં મેજિક રિયાલિઝમ કેવી રીતે ઉમેરાયું છે તેની વાત કરવી અનિવાર્ય છે

27 November, 2021 12:29 IST | Mumbai | Chirantana Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK