° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


જિમી શેરગિલની ‘કૉલર બૉમ્બ’માં શું હશે?

29 June, 2021 03:33 PM IST | Mumbai | Nirali Dave

ડિઝની+હૉટસ્ટારની ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘કૉલર બૉમ્બ’માં જિમી એક સ્કૂલને સુસાઇડ બૉમ્બરથી બચાવતા પોલીસ-ઑફિસરના પાત્રમાં જોવા મળશે

‘કૉલર બૉમ્બ’નું પોસ્ટર

‘કૉલર બૉમ્બ’નું પોસ્ટર

‘માચીસ’, ‘તનુ વેડ્સ મનુ’, ‘અ વેન્સ્ડે’ જેવી નોંધપાત્ર ફિલ્મો કરનાર જિમી શેરગિલ ડિઝની+હૉટસ્ટારની ફિલ્મ ‘કૉલર બૉમ્બ’માં એક પોલીસ-અધિકારીના પાત્રમાં જોવા મળશે. મિસ્ટરી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘કૉલર બૉમ્બ’માં જિમી શેરગિલ એસએચઓ મનોજ હેસીના રોલમાં છે, જે એક સ્કૂલને સુસાઇડ બૉમ્બરના અટૅકથી બચાવવા અને માસ્ટરમાઇન્ડને પકડવા મથે છે. ગળેથી લટકાવેલા બૉમ્બ માટે ‘કૉલર બૉમ્બ’ અથવા ‘નેકલેસ બૉમ્બ’ એવો શબ્દ પ્રયોજાય છે. જિમી શેરગિલ ઉપરાંત ‘પવિત્ર રિશ્તા ફેમ આશા નેગી, ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ રાજશ્રી દેશપાંડે, ‘જમતારા’ ફેમ સ્પર્શ શ્રીવાસ્તવ વગેરે આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં છે. ‘કૉલર બૉમ્બ’ને જ્ઞાનેશ ઝોટિંગે ડિરેક્ટ કરી છે અને ‘સિરિયસ મૅન’ લખનારા નિખિલ નાયર એના રાઇટર છે.

29 June, 2021 03:33 PM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

વેબ સિરીઝ

‘રુદ્ર’માં હવે રાશિ ખન્ના અને અતુલ કુલકર્ણીની એન્ટ્રી

‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ એક અદ્ભુત સિરીઝ છે અને ઇન્ડિયામાં કૉપ ડ્રામામાં એ એક ગજબનો બદલાવ લઈને આવશે.

27 July, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘મનોજ બાજપાઈ ઘણો બદ્તમીઝ છે’

આમ કહીને સુનીલ પાલ ઉમેરે છે કે ‘ધ ફૅમિલી મૅન’ અને ‘મિર્ઝાપુર’ જેવા શો પણ પૉર્ન જેવા છે અને એને ઘરે ફૅમિલી સાથે નથી જોઈ શકાતા

26 July, 2021 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

તમન્ના પછી હવે શ્રુતિ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર

શરત માત્ર એક, તામિલમાં પણ પ્રોજેક્ટ હોવો જોઈએ

26 July, 2021 12:55 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK