Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ’નો સૌથી બકવાસ હોસ્ટ કરણ?

‘બિગ બૉસ’નો સૌથી બકવાસ હોસ્ટ કરણ?

28 August, 2021 12:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહર ‘બિગ બૉસ ઓટીટી’ હોસ્ટ કરી રહ્યો છે, પરંતુ તેને સેલિબ્રિટીઝ અને આ શોના ફૅન્સ દ્વારા અત્યાર સુધીનો સૌથી બકવાસ હોસ્ટ કહેવામાં આવી રહ્યો છે

કરણ જોહર

કરણ જોહર


કરણ જોહર ‘બિગ બૉસ ઓટીટી’ હોસ્ટ કરી રહ્યો છે, પરંતુ તેને સેલિબ્રિટીઝ અને આ શોના ફૅન્સ દ્વારા અત્યાર સુધીનો સૌથી બકવાસ હોસ્ટ કહેવામાં આવી રહ્યો છે. આ શોની પહેલી સીઝન અર્શદ વારસીએ હોસ્ટ કરી હતી. ત્યાર બાદ શોને શિલ્પા શેટ્ટી, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, સંજય દત્ત અને ફારાહ ખાને હોસ્ટ કરી છે. જોકે સૌથી ફેવરિટ સલમાન ખાન રહ્યો છે અને તેણે જ સૌથી વધુ સીઝન હોસ્ટ કરી છે. ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનને પણ તે જ હોસ્ટ કરવાનો છે. જોકે ચાહકો અને સેલિબ્રિટીઝ દ્વારા સોશ્યલ મીડિયા પર તેની બકવાસ હોસ્ટિંગને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી છે જેના પૉઇન્ટ જોઈએ : બિગ બૉસના સ્પર્ધક મિલિંદ ગાબા અને ઝિશાન ખાને હિન્ટ આપી છે કે કરણ જોહર જાણીતી સેલિબ્રિટીઝ અને મહિલાઓ પ્રત્યે બાયઝ્‍ડ છે.

દિવ્યા અગરવાલ પોતાના દમ પર ઊભી થઈ છે અને એથી જ કરણ જોહર તેને સતત ટાર્ગેટ કરી રહ્યો છે. તે દિવ્યા સામે ખૂબ ગંદી રીતે વર્તન કરી રહ્યો છે, કારણ કે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી નથી.



કરણ દરેક સ્પર્ધકને બોલવાનો ચાન્સ નથી આપતો અને પોતાના ફેવરિટ સ્પર્ધકને જ સવાલ કરતો રહે છે. કરણ ‘બિગ બૉસ ઓટીટી’માં પણ નેપોટિઝમ ફેલાવી રહ્યો છે અને શમિતા શેટ્ટીને ઘણો ચાન્સ આપે છે તેમ જ તેની સાથે જ્યારે વાત કરતો હોય છે ત્યારે તેનો ટોન એકદમ ચેન્જ થઈ જાય છે અને જ્યારે દિવ્યા સાથે વાત કરતો હોય ત્યારે અવાજ ઊંચો કરીને વાત કરે છે.


વીક-એન્ડ કા વારમાં અક્ષરાએ ઝિશાનને કહ્યું હતું કે ‘તું કિતને મેં આયા હૈ?’ અક્ષરાએ તેની ઔકાત પર સવાલ કર્યો હતો, પરંતુ કરણે એ વિશે કોઈ વાત નહોતી કરી અને ફેમિનિઝમનો ખોટો મુદ્દો ઉઠાવીને ઝિશાનને બલિનો બકરો બનાવ્યો.

 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2021 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK