Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > એવી જ વેબ-સિરીઝ કરીશ જે દીકરી સાથે બેસીને જોઈ શકું

એવી જ વેબ-સિરીઝ કરીશ જે દીકરી સાથે બેસીને જોઈ શકું

26 April, 2021 11:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું કહેવું છે જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચનનું

અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા સાથે

અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા સાથે


ઍમેઝૉન પ્રાઇમ પર આવેલી ‘બ્રીધ’ની સેકન્ડ સીઝન દ્વારા પહેલી વાર ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા મળેલા અભિષેક બચ્ચને અત્યારે ‘બ્રીધ’ની ત્રીજી સીઝનની તૈયારી ચાલુ કરી દીધી છે. પોતાની પહેલી વેબ-સિરીઝમાં અભિષેકે એક પણ કિસિંગ-સીન કે ડાયલૉગમાં એક પણ ગાળનો ઉપયોગ નહોતો કર્યો અને અભિષેક ત્રીજી સીઝનમાં પણ એ જ વાતનું ધ્યાન રાખશે. હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બિગ બુલ’ના પ્રમોશન સમયે અભિષેકે આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોતે કેવા રોલ કરશે એ બાબતમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘હું એવી જ વેબ-સિરીઝ કરવા માગું છું જે મારી દીકરી સાથે બેસીને હું જોઈ શકું. બીજા ઍક્ટરો માટે હું કશું નહીં કહું, પણ મને એ બધું નથી ગમતું.  રિયલ લાઇફમાં પણ એ મારો સ્વભાવ નથી કે હું કોઈની સાથે એવા શબ્દોમાં વાત કરું કે પછી એવી રીતે હું બિહેવ કરું. મારી ફિલ્મોમાં પણ ક્યારેય તમને એવા સીન્સ જોવા નહીં મળ્યા હોય. હું એ બધામાં કમ્ફર્ટેબલ નથી.’ અભિષેક બચ્ચન પોતાને માટે જેટલો સ્પષ્ટ છે એટલો જ તે પોતાની સ્ક્રિપ્ટ સાથે પણ સ્પષ્ટ છે, બીજાના સીન્સમાં કંઈ એવું આવતું હોય તો પણ એ એમાં ચંચુપાત નથી કરતો.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2021 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK