° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


ઓજસ રાવલ અને જિનલ બેલાણીની નવી વૅબ સિરીઝ `હું તને મળીશ`નું ટ્રેલર રિલીઝ

14 June, 2021 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી વૅબ સિરીઝમાં જીનલ બેલાણી અને ઓજસ રાવલ મુખ્ય ભૂમિકામાં છે

`હું તને મળીશ`નું પોસ્ટર

`હું તને મળીશ`નું પોસ્ટર

દર્શકોના મનોરંજન માટે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈકને કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે દર્શકોના મનોરંજન માટે જય વ્યાસ પ્રોડક્શન યૂટ્યૂબ એક નવી વૅબ સિરીઝ લઈને આવી રહ્યાં છે. જેનું નામ છે, `હું તને મળીશ`. આ વૅબ સિરીઝનું પોસ્ટર થોડાક સમય પહેલાં રિલીઝ થયું હતું અને ત્યારથી જ દર્શકો ટ્રેલરની પણ રાહ જોઈ રહ્યાં હતા. હવે ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ વૅબ સિરીઝમાં જિનલ બેલાણી અને ઓજસ રાવલ મુખ્ય ભૂમિકામાં છે. તે સિવાય સોનાલી લેલે પણ જોવા મળશે અને મહેમાન કલાકાર તરીકે અભિનેતા ગૌરવ પાસવાલા દેખાશે.

અહીં જુઓ ટ્રેલરઃ

આ વૅબ સિરીઝની ખાસ વાત એ છે કે, ગુજરાતી વૅબ સિરીઝમાં પ્રથમવાર હિન્દી ગીત સાંભળવા મળશે. આ હિન્દી ગીતને બૉલિવૂડ ગાયક દિગ્વિજયસિંહે સ્વર આપ્યો છે અને ગીતના શબ્દો મશહૂર ઉર્દુ લેખક રેહાન અહેમદના છે. `હું તને મળીશ`નું શૂટિંગ ગત વર્ષે અનલૉક દરમિયાન કરવામાં આવ્યું હતું અને રિલીઝ હવે એક વર્ષ બાદ એટલે કે આ મહિનાની ૧૯ તારીખે રિલીઝ થશે.

`હું તને મળીશ`ના લેખક સંદીપ દવે છે. તેમણે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ લખ્યા છે. જ્યારે ડિરેક્ટ હેનીલ ગાંધીએ કરી છે. વૅબ સિરીઝમાં મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ સ્કોર રાહુલ રમેશે આપ્યું છે. જય વ્યાસ પ્રોડક્શન અને ડ્રિમ સંવાદ મીડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ વૅબ સિરીઝમાં ફોટોગ્રાફી ડીરેક્ટર શુભમ ગજ્જર છે અને એડિટિંગ જય મહેતાએ કર્યું છે. તેમજ પ્રોડક્શન હેડ અકીબ ગરાના અને સિદ્ધાર્થ વ્યાસ છે.

14 June, 2021 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘રુદ્ર’માં હવે રાશિ ખન્ના અને અતુલ કુલકર્ણીની એન્ટ્રી

‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ એક અદ્ભુત સિરીઝ છે અને ઇન્ડિયામાં કૉપ ડ્રામામાં એ એક ગજબનો બદલાવ લઈને આવશે.

27 July, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘મનોજ બાજપાઈ ઘણો બદ્તમીઝ છે’

આમ કહીને સુનીલ પાલ ઉમેરે છે કે ‘ધ ફૅમિલી મૅન’ અને ‘મિર્ઝાપુર’ જેવા શો પણ પૉર્ન જેવા છે અને એને ઘરે ફૅમિલી સાથે નથી જોઈ શકાતા

26 July, 2021 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

તમન્ના પછી હવે શ્રુતિ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર

શરત માત્ર એક, તામિલમાં પણ પ્રોજેક્ટ હોવો જોઈએ

26 July, 2021 12:55 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK