° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


કોઈને તમારો સમય આપવો એ પણ પ્રેમ છે : વિજય વર્મા

21 September, 2022 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બમ્બલની યુટ્યુબ ચૅનલ પર આ શોને રિલીઝ કરવામાં આવી રહ્યો છે, જેના નવા એપિસોડમાં વિજય વર્મા જોવા મળશે.

વિજય વર્મા

વિજય વર્મા

વિજય વર્માનું કહેવું છે કે આજના સમયમાં કોઈને પણ પૂરતો સમય આપવો એ પ્રેમ દેખાડે છે. વિજય વર્મા હાલમાં જ ‘બમ્બલ્સ ડેટિંગ ધિસ નાઇટ્સ’માં ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટર શ્રૃ​ષ્ટિ દિક્ષિત સાથે જોવા મળ્યો હતો. આ શોમાં મૉર્ડન જમાનામાં ડેટિંગ વિશે વાત કરવામાં આવી રહી છે. બમ્બલની યુટ્યુબ ચૅનલ પર આ શોને રિલીઝ કરવામાં આવી રહ્યો છે, જેના નવા એપિસોડમાં વિજય વર્મા જોવા મળશે. આ શોમાં શ્રૃષ્ટિ દિક્ષિતે કહ્યું હતું કે ‘જો સિરિયસ રિલેશનશિપ હોય તો પૈસાની વાત હોય ત્યારે કોઈ મર્યાદા નથી હોતી. આજે દરેક એક સરખા છે. રિલેશનશિપમાં પૈસાની વાત હોય ત્યારે પુરુષ જેટલી જ મહિલાઓ પણ મદદ કરતી હોય છે. જોકે મારું માનવું છે કે મહિલાઓ પાસે બાય-બાય ફન્ડ હોવું જોઈએ. જો કોઈ મહિલા ઍબ્યુઝિવ રિલેશનશિપમાં હોય પછી એ જે-તે વ્યક્તિ સાથે હોય કે ફૅમિલી સાથે હોય તો તેણે એમાંથી બહાર નીકળવું જોઈએ. તે ઇન્ડિપેન્ડન્ટ હોય એ માટે તેની પૂરતી તૈયારી હોવી જોઈએ.’

આ​ વિશે વિજય વર્માએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ ખૂબ જ સારી વાત છે. તમે જો કોઈ વ્યક્તિ સાથે પૂરી ઉંમર વિતાવવાનું વિચારી રહ્યા હોય તો તમારે તેની સાથે એ વિશેની ચર્ચા કરવી જોઈએ કે તમે અત્યારે ક્યાં છો. તમને રિલેશનશિપમાં શું જોઈએ છે અને જો આ રિલેશનશિપ આગળ ન વધી શકી તો એ વિશે પણ તમારે ચર્ચા કરવી જોઈએ.’ આજના સમયમાં પ્રેમ કોને કહેવાય એ વિશે વિજય વર્માએ કહ્યું કે ‘આજે તમે વ્યક્તિને પૂરતો સમય આપો છો, ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં તો પણ એ પ્રેમ જ છે. મને લાગે છે કે પૂરતો સમય આપવો પણ પ્રેમ છે.’

21 September, 2022 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

રહસ્ય પર ફોકસ, ડીટેલ્સને નજરઅંદાજ

પાત્રોની બૅક સ્ટોરીને દેખાડવામાં નથી આવી અને દરેક પાત્રને ઉપર-ઉપરથી દેખાડવામાં આવ્યું છે જેથી સ્ટોરીમાં ડીટેલિંગની ઊણપ દેખાઈ આવે છે : જુહી ચાવલા પાસે ખાસ કામ નહોતું, પરંતુ ક્રિતિકા કામરા અને કરિશ્મા તન્નાએ ખૂબ જ સારું કામ કર્યું છે

26 September, 2022 03:25 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

લઈ લો, લઈ લો, લઈ લો, એક વેબ-શો ૧૦ રૂપિયામાં

હા, આ પ્રકારે વેબ-શો અને ફિલ્મ પાઇરસી માર્કેટમાં વેચાય છે. તમારે ઑનલાઇન પેમેન્ટ કરવાનું. પેમેન્ટ જેવું રિસીવ થાય કે તરત તમારી ગૂગલ ડ્રાઇવ કે ટેલિગ્રામ પર શો કે ફિલ્મ ડિલિવર થઈ જાય

25 September, 2022 03:21 IST | Mumbai | Bhavya Gandhi
વેબ સિરીઝ

હૉરર વેબ સીરિજ `દહન` અભિનેત્રી ટિસ્કા ચોપરાએ ફ્રેન્ડ્સ સાથે માણી સફળતા

તાજેતરમાં ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી હૉરર વેબ સિરીઝ `દહન` અભિનેત્રી ટિસ્કા ચોપરા સફળતાનો આનંદ માણી રહી છે.

24 September, 2022 07:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK