થ્રિલર અને સસ્પેન્સ તમારા ગમતા જૉનર્સ છે, તો ઝી થિયેટર તમારી માટે લાવે છે પોતાનું નવું ટેલીપ્લે, ગુનેહગાર.

`ગુનેહગાર`નું પોસ્ટર
થ્રિલર અને સસ્પેન્સ તમારા ગમતા જૉનર્સ છે, તો ઝી થિયેટર તમારી માટે લાવે છે પોતાનું નવું ટેલીપ્લે, ગુનેહગાર. ક્રાઈમ અને બદલા સાથે સંબંધિત આ સસ્પેન્સ ડ્રામામાં ત્રણ મુખ્ય વ્યક્તિત્વ - એક પત્રકાર, એક પોલીસ અને એક સામાન્ય મનુષ્યના જીવનની આસપાર ફરતી સ્ટોરી છે. અક્ષર ખુરાના દ્વારા દિગ્દર્શિત, `ગુનેહગાર`માં બહુમુખી પ્રતિભાશાળી એક્ટર ગજરાજ રાવ, શ્વેતા બાસુ પ્રસાદ અને સ્ટાર એક્ટર સુમીત વ્યાસને મુખ્ય ભૂમિકામાં છે. નાટકના પ્રારંભની જાહેરાત કરવા માટે, એક આકર્ષક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ નાટક ટાટા પ્લે, એરટેલ ટીવી, ડીશ ટીવી અને ડી2એચ જેવા મુખ્ય ડીટીએચ પ્લેટફોર્મ પર અવેલેબલ હશે.
શૈલજા કેજરીવાલ, ચીફ ક્રિએટિવ ઓફિસર, સ્પેશિયલ પ્રોજેક્ટ્સ, ZEELએ જાણાવ્યું, "આ નાટક સસ્પેન્સ શૈલીની શ્રેષ્ઠ પરંપરાઓમાંથી લેવામાં આવ્યું છે અને વાર્તાનું શ્રેષ્ઠ રીતે ચિત્રણ કરે છે. અભિજિત ગુરૂ દ્વારા લખાયેલી આ વાર્તામાં અક્ષરે હિચકોકિયન ટેનર લાવ્યા છે અને જે રીતે પાત્રો ગુના, અપરાધ અને જવાબદારીના સાચા અર્થની શોધ કરે છે, જે તેમાં તેટલો જ નાટકીય તણાવ છે. ‘ગુનેહગાર’ એક સંપૂર્ણ મનોરંજન છે. તે ક્રિસ્પી સંવાદથી ભરપૂર છે અને પાત્રો વચ્ચેની શાબ્દિક તકરાર એવી વસ્તુ છે જે પ્રેક્ષકોને ગજરાજ રાવ, શ્વેતા બાસુ પ્રસાદ અને સુમીત વ્યાસના શાનદાર અભિનયની સાથે માણવા મળશે."
બોલિવૂડના લોકપ્રિય એક્ટર ગજરાજ રાવ પહેલીવાર ટેલિપ્લેમાં કામ કરી રહ્યા છે, તેમણે ઉમેર્યુ, "જ્યારે આકર્શે આ વિચાર શેર કર્યો, ત્યારે વાર્તા મને ખૂબ જ રસપ્રદ લાગી. થિયેટરના વ્યાકરણ સાથે આકર્શની કડી અતૂટ રહી છે અને તેઓ સારી રીતે જાણે છે કે નાના પડદા માટે થિયેટરની બારીકીઓને જાળવી રાખી તેનું અર્થઘટન કેવી રીતે કરી શકાય છે. હું દિલ્હીમાં થિયેટર કરતો હતો, પરંતુ મુંબઈ આવ્યા પછી મને તે કરવાની તક મળી નહીં. આ ટેલિપ્લે બિલકુલ સ્ટેજ શૉ જેવું નથી, પરંતુ તે એક યોગ્ય ટેલિવિઝન સમકક્ષ છે."
પોતાના પાત્રની જટિલતા તરફ આકર્ષિત થવાના કારણ વિશે શ્વેતા બાસુ પ્રસાદે જણાવ્યું, "મને આ ટેલિપ્લે માટે જે વસ્તુએ આકર્ષિત કરી, તે છે મારું સ્ત્રી નાયકનું પાત્ર. તેની પાસે ઘણા લેવલ છે; તે ખડતલ, મહત્વાકાંક્ષી અને પ્રેરિત લાગે છે. તે કોણ છે તેના વિશે નિર્ણય કરવો મુશ્કેલ છે. મૃણાલિની અને તેની જટિલતાઓની શોધ રસપ્રદ હતી."
"સમગ્ર સેટ અને શૂટને આપવામાં આવેલી ટ્રીટમેન્ટ મને ઉત્સાહિત કરે છે. શરૂઆતમાં, હું આ વિશે શ્યોર નહોતો, કારણકે હું ટેલિપ્લેમાં પહેલીવાર કામ કરી રહ્યો હતો. પરંતુ જેમ જેમ અમે નાટક કરતા ગયા, મેં આખી પ્રક્રિયાનો આનંદ માણ્યો. પ્રેક્ષકોને થિયેટર તેમજ કેમેરાનું સારૂં મિશ્રણ મળશે. નાટક ચોક્કસપણે દર્શકોને આકર્ષિત કરશે.”- સુમીત વ્યાસે અંતમાં જણાવ્યું.
24મી સપ્ટેમ્બરે ટાટા પ્લે થિયેટર, એરટેલ સ્પોટલાઈટ અને 25મી સપ્ટેમ્બરે ડીશટીવી અને ડી2એચ રંગમંચમાં ટ્યુન કરીને વાસ્તવિક ગુનેહગાર શોધવાની આ રસપ્રદ સફરનો આનંદ માણો!!