Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > જૅન ઑસ્ટિનની નૉવેલ પર્સ્વેઝન પરથી નેટફ્લિક્સ બનાવશે ફિલ્મ

જૅન ઑસ્ટિનની નૉવેલ પર્સ્વેઝન પરથી નેટફ્લિક્સ બનાવશે ફિલ્મ

23 April, 2021 12:08 PM IST | Mumbai
Nirali Dave

‘ફિફ્ટી શેડ્સ...’ ફેમ ડકોટા જૉન્સન લીડ રોલમાં હશે

ડકોટા જૉન્સન

ડકોટા જૉન્સન


‘ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે’ ફેમ અમેરિકન ઍક્ટ્રેસ ડકોટા જૉન્સન નેટફ્લિક્સની ફિલ્મ ‘પર્સ્વેઝન’માં લીડ રોલ કરવાની છે. ‘પર્સ્વેઝન’ અંગ્રેજી નૉવેલિસ્ટ જૅન ઑસ્ટિનની આ જ નામની ક્લાસિક નવલકથા પર આધારિત ફિલ્મ છે. મહિલાઓને કેન્દ્રમાં રાખતી જૅન ઑસ્ટિનની અન્ય નવલકથાની જેમ જ ‘પર્સ્વેઝન’માં ૨૭ વર્ષની યુવતી એન એલિયટની વાત છે. એન એલિયટનો પરિવાર દેવામાંથી ઊગરવા માટે અન્ય જગ્યાએ શિફ્ટ થાય છે અને પોતાનું ઘર ભાડે આપી દે છે. એનની સગાઈ ફ્રૅડરિક સાથે થઈ હોય છે, પણ તે પોતાના પરિવારની વાત માનીને સગાઈ તોડી નાખે છે. ૭ વર્ષ પછી જ્યારે એન અને ફ્રૅડરિક મળે છે ત્યારે પ્રેમ અને લગ્નને લઈને એનના મનમાં મથામણ શરૂ થાય છે. એન એલિયટનું પાત્ર ડકોટા જૉન્સન ભજવવાની છે. ડકોટા જૉન્સન ‘ફિફ્ટી શેડ્સ’ નૉવેલ સિરીઝ પરથી બનેલી ફિલ્મોને કારણે લોકપ્રિય બની છે. નેટફ્લિક્સની ફિલ્મ જૅન ઑસ્ટિનની નવલકથાને ન્યાય તો આપશે જ, પણ એમાં આધુનિક ટચ પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2021 12:08 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK