Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘દિલ્હી ક્રાઇમ’ની ટીમ પર બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

‘દિલ્હી ક્રાઇમ’ની ટીમ પર બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

24 November, 2020 11:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘દિલ્હી ક્રાઇમ’ની ટીમ પર બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

‘દિલ્હી ક્રાઇમ’નો એક સીન

‘દિલ્હી ક્રાઇમ’નો એક સીન


OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 22 માર્ચ, 2019ના રોજ રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’ને 48મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્ઝમાં બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ એનાયત કરાયો છે. 7 એપિસોડની આ સિરીઝ ડિસેમ્બર, 2012માં થયેલા નિર્ભયા ગેંગ રેપ કેસના ઇન્વેસ્ટિગેશન પર આધારિત છે. ‘દિલ્હી ક્રાઇમ’ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્ઝ જીતનાર પ્રથમ ભારતીય વેબ સિરીઝ છે. આટલી મોટી સફળતા મળતા બૉલીવુડ સેલેબ્ઝ સિરીઝની ટીમ, એક્ટર્સ અને મેકર્સને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે અને સોશ્યલ મીડિયા પર તેના વખાણ પણ કરી રહ્યાં છે.

સ્વરા ભાસ્કર, હંસલ મહેતા, નવાઝુદ્દીન સિદ્દીકી, ગુનીત મોંગા, પ્રતિક ગાંધી, વિશાલ દદલાની, સયાની ગુપ્તા સહિતના સેલેબ્ઝે ‘દિલ્હી ક્રાઇમ’ની કાસ્ટ અને ક્રૂને અભિનંદન આપ્યા છે.



આવો જોઈએ સેલેબ્ઝના ટ્વીટ:



'દિલ્હી ક્રાઇમ'ને કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મમેકર રિચી મહેતાએ ડિરેક્ટ કરી હતી. આ સિરીઝમાં શેફાલી શાહ દિલ્હીના સાઉથ ડિસ્ટ્રિક્ટનાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) વર્તિકા ચતુર્વેદીના રોલમાં હતી. સિરીઝમાં શેફાલી શાહની સાથે સ્ટારકાસ્ટમાં રસિકા દુગ્ગલ, આદિલ હુસૈન અને રાજેશ તૈલંગ પણ સામેલ હતા.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2020 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK