Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’ મારી લાઇફનો અગત્યનો ભાગ છે : અમિત સાધ

‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’ મારી લાઇફનો અગત્યનો ભાગ છે : અમિત સાધ

30 October, 2022 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી સીઝન હવે ૯ નવેમ્બરથી ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર શરૂ થવાની છે.

‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’

‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’


અમિત સાધનું કહેવું છે કે ‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’ તેની લાઇફનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. એની બીજી સીઝન હવે ૯ નવેમ્બરથી ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર શરૂ થવાની છે. એનું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે. એને મયંક શર્માએ ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં અમિત સાધની સાથે અભિષેક બચ્ચન, નિત્યા મેનન, સૈયામી ખેર, નવીન કસ્તુરિયા અને ઈવાના કૌર પણ દેખાશે. આ સીઝનમાં અમિત સાધ તેના કબીર સાવંતના રોલમાં જ દેખાવાનો છે. આ શો વિશે અમિતે કહ્યું કે ‘‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’ની બીજી સીઝન વધુ ભવ્ય અને જટીલ રહેવાની છે. આ શોની પહેલી સીઝનથી જ એ મારી લાઇફનો અગત્યનો ભાગ બની ગયો છે. મને એનું ટ્રેલર પણ ગમ્યું છે. દર્શકોને પણ એ ગમશે. એની સૌથી ખાસ વાત એ છે કે વિશ્વભરના લોકોને રોમાંચ અને દરેક કૅરૅક્ટરની એની શાનદાર ઝલક દેખાડશે. પર્સનલી કહું તો આ એક બૅલૅન્સ્ડ ટ્રેલર છે અને કોઈ પાત્ર સાથે પક્ષપાત નથી કરવામાં આવ્યો. બધાને એમાં દેખાડવામાં આવ્યા છે. સૌને એકસમાન મહત્ત્વ આપવા માટે ઍમેઝૉનની ટીમ અને મારા ડિરેક્ટર પ્રશંસાને યોગ્ય છે. હું ‘બ્રીધ : ઇન્ટુ ધ શૅડોઝ’ની પહેલી સીઝનમાં સામેલ હતો અને હવે બીજી સીઝનમાં જોડાવાને લઈને એક્સાઇટેડ છું.’

આ નવી સીઝનને લઈને અભિષેક બચ્ચને કહ્યું કે ‘પહેલી સીઝનમાં જે ચેઝથી શરૂઆત થઈ હતી એેને બીજી સીઝનમાં વધુ શાનદાર દેખાડવામાં આવશે. આ સીઝનમાં દરેક પાત્ર વધુ વિકસિત અને ઊંડાણપૂર્વક દેખાડવામાં આવશે. આની સીક્વલ માટે દર્શકો બે વર્ષ સુધી રાહ જોઈ રહ્યા હતા. મને એ વાતની ખુશી છે કે બીજી સીઝન ફાઇનલી આવી રહી છે, જે અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવશે અને માઇન્ડ ગેમ્સ દેખાશે. આશા છે કે વિશ્વભરના લોકો આ સીઝનને એન્જૉય કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2022 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK