કંગના રનોટે પોતાના પ્રોડક્શન-હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સનો લોગો લૉન્ચ કરીને ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તે ‘ટીકુ વેડ્સ શેરુ’ પ્રોડ્યુસ કરવાની છે.
કંગના રનોટ
કંગના રનોટે પોતાના પ્રોડક્શન-હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સનો લોગો લૉન્ચ કરીને ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તે ‘ટીકુ વેડ્સ શેરુ’ પ્રોડ્યુસ કરવાની છે. આ એક લવ-સ્ટોરી અને કટાક્ષથી ભરપૂર ફિલ્મ છે. તેના પ્રોડક્શન-હાઉસના લોગોમાં ગર્જના કરતો વાઘ છે અને પાછળ મંદિર છે. સાથે જ આગની જ્વાળા પણ દેખાઈ રહી છે. આ લોગોને ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું, ‘અમે મણિકર્ણિકા ફિલ્મ્સનો લોગો લૉન્ચ કરીને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એક કૉમેડી લવ-સ્ટોરી ‘ટીકુ વેડ્સ શેરુ’ સાથે એન્ટ્રી કરવાનાં છીએ. તમારા આશીર્વાદની જરૂર છે.’