Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘ફાડુ’ લઈને આવી રહી છે અશ્વિની ઐયર તિવારી

‘ફાડુ’ લઈને આવી રહી છે અશ્વિની ઐયર તિવારી

09 November, 2021 02:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે હાલમાં સ્પોર્ટ્સ-બેઝ સિરીઝ ‘બ્રેક પૉઇન્ટ’ તેના પતિ નિતેશ તિવારી સાથે મળીને બનાવી હતી

અશ્વિની ઐયર તિવારી

અશ્વિની ઐયર તિવારી


અશ્વિની ઐયર તિવારી હવે વેબ-શો ‘ફાડુ’ લઈને આવી રહી છે. તેણે હાલમાં સ્પોર્ટ્સ-બેઝ સિરીઝ ‘બ્રેક પૉઇન્ટ’ તેના પતિ નિતેશ તિવારી સાથે મળીને બનાવી હતી. તેણે હવે સોની લિવ સાથેની ‘ફાડુ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે સેટ પરનો ફોટો પણ શૅર કર્યો છે, જેમાં તેની ટીમ સાથે ક્લૅપિંગ-બોર્ડ પણ દેખાઈ રહ્યું છે. આ ફોટો શૅર કરીને અશ્વિની ઐયર તિવારીએ કૅપ્શન આપી હતી, ‘અદ્ભુત ટીમ સાથે કામ કરવાની ખુશી છે. ઓછી લાઇટમાં પણ આ (કૅમેરા) બ્યુટી જે રીતે કલર્સ અને ચહેરાને કૅપ્ચર કરે છે એ અદ્ભુત છે. હું વધુ એક્સપ્લોર કરવા આતુર છું. અનુપ કુલકર્ણીનો 
ખૂબ ધીરજથી મારી સાથે સિનેમામાં ઇમેજનું જે મૅજિક છે એ વિશે વાતચીત કરવા બદલ આભાર. હું મારી આ ડિરેક્ટોરિયલ જર્નીમાં વધુ શીખવા બદલ ખૂબ ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2021 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK