Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > રેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ

રેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ

05 March, 2021 12:07 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

રેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ

અમૃતા સુભાષ

અમૃતા સુભાષ


અમૃતા સુભાષનું કહેવું છે કે બાર ડાન્સરના પાત્ર માટે રેશમા આપા જેવી ડાન્સિંગ સ્ક‌િલની જરૂર પડે છે. નેટફ્લિક્સની ‘બૉમ્બે બેગમ્સ’માં અમૃતા સુભાષ લીલીનું પાત્ર ભજવી રહી છે. આ વેબ-શોનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જે આઠ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ શોમાં તેની સાથે પૂજા ભટ્ટ, શહાના ગોસ્વામી, પ્લબિતા બોરઠાકુર અને આધ્યા આનંદ કામ કરી રહી છે. બાર ડાન્સર લીલીના પાત્ર વિશે વાત કરતાં અમૃતાએ કહ્યું હતું કે ‘ડિરેક્ટર અલંક્રિતા શ્રીવાસ્તવે મારી મીટિંગ રેશમા આપા સાથે કરાવી હતી જેઓ એક બાર ડાન્સર હતાં. મેં તેમની સાથે એક દિવસ પસાર કર્યો હતો અને એનાથી લીલીમાં હું જાન પૂરવા માટે સક્ષમ બની હતી. મને ડાન્સ પસંદ છે, પરંતુ રેશમા આપા જે રીતે ડાન્સ કરે છે એ માટે સ્પેશ્યલ ટૅલન્ટની જરૂર હોય છે. એ માટે મારે સખત મહેનત કરવી પડે એમ હતું. આ માટે મારી બૉડીમાં સ્ટ્રેંગ્થ હોવી પણ ખૂબ જ જરૂરી હતી. મારા ફિટનેસ ગુરુ શૈલેશ પરુળેકરે એ માટે મારી ઘણી મદદ કરી હતી. આ ખૂબ જ હાર્ડ વર્કઆઉટ હતું, પરંતુ એને મેં ખૂબ જ એન્જૉય કર્યું હતું. હું નસીબદાર છું કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ શ્રુતિ મહાજન અને ક્રીએટર અલંક્રિતાએ લીલીના પાત્ર માટે મારા પર ભરોસો કર્યો.’


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 12:07 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK