° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


મ મલ્હારનો મ, મ માધુરી દિક્ષીતનો મ અને મ “મજામાનો મ” – જાણવા માટે આ જરૂર વાંચો...

15 September, 2022 01:31 PM IST | Mumbai
Chirantana Bhatt

જાણો માધુરી દીક્ષિત અને મલ્હાર ઠાકર સાથે શું કરી રહ્યા છે...

જાણો માધુરી અને મલ્હાર ઠાકર કેમ મજા માં છે... New Release

જાણો માધુરી અને મલ્હાર ઠાકર કેમ મજા માં છે...

એમેઝોન પ્રાઇમે એક તોતિંગ જાહેરાત કરી છે. આમ તો એમેઝોન પ્રાઇમની બધી જાહેરાતો તોતિંગ જ હોય છે પણ આ જાહેરાત આપણા ગુજરાતીઓ માટે અધધધ તોતિંગ છે. કારણ? આપણા સૌનો લાડકો મલ્હાર ઠાકર (Malhar Thakar) દેખાશે માધુરી દીક્ષિતના (Madhuri Dixit) આ નવા ઓટીટી પ્રોજેક્ટમાં. આમ તો આની ગંધ ત્યારે જ આવી હતી જ્યારે માધુરી દીક્ષિતે મલ્હારને તેના જન્મદિવસે મજામાં એવી કોમેન્ટ સાથે વિશ કર્યું હતું.

માધુરી દીક્ષિતની કોઈપણ ફિલ્મ જોયાને ઘણો સમય થઈ ગયો છે. અમે અભિનેત્રીને છેલ્લે નેટફ્લિક્સ ઓરિજિનલ સિરીઝ `ધ ફેમ ગેમ`માં જોઈ હતી. જો કે તેની આગામી સિઝનના આ સમાચાર નથી,પણ છતાંય માધુરી પાછી ફરવાની ખાતરી છે!

માધુરી દીક્ષિત અને ડાન્સને અલગ કરવા અશક્ય છે અને યાર એ ગરબા કરે પછી તો પુછવું જ શું? આજે જુઓ માધુરી દીક્ષિતના ગરબા સોંગની ઝલક. આ પ્રોજેક્ટમાં માધુરી દીક્ષિત સાથે મલ્હાર તો છે જ પણ સાથે આપણા વ્હાલાં વ્હાલં મમ્મી એનર્જી વાળા છાયા વોરા (Chhaya Vora) પણ આ પ્રોજેક્ટમાં દેખાશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

`મજા મા` એ માધુરી દીક્ષિત, ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, શીબા ચઢ્ઢા અને અન્યો અભિનીત બૉલિવૂડ ફિલ્મ છે. `મજા મા` ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 6 ઓક્ટોબર 2022 (OTT Platform Amazon Prime) પર પ્રીમિયર થશે. આ સાથે મલ્હાર ઠાકર લૉન્ચ થશે હિન્દી ફિલ્મમાં અને જે બહુ જ ગર્વની વાત છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malhar Thakar (@malhar028)

જો કે મલ્હાર ઠાકરને આ જન્મદિવસે માત્ર માધુરી દીક્ષિતના વિશથી જ મોજ પડી ગઇ હતી એમ નહોતું, તેની પાસે તેની દિલરૂબા પરીણિતી ચોપરાનું વિશ પણ પહોંચ્યું હતું.

જુઓ આ છે પુરાવો. મલ્હારને પરિણીતીનું વિશ મળ્યું અને એ હતો  સાતમા આસમાને...

જુઓ વીડિયોઃ જ્યારે પરિણીતી ચોપરાએ મલ્હાર ઠાકરને કહ્યું, માય ફેવરિટ બૉય

જો કે આ વાત અહીં નહોતી અટકી કારણકે મલ્હારે પણ પરિણીતી માટે પ્રેમ ગીત લલકાર્યું હતું...

જુઓ વીડિયોઃ અને મલ્હારે પરિણીતી ચોપરા માટે ગાયું, વાલમ આવોને...

મલ્હાર ઠાકરની પ્રગતિથી તેના ફેન્સ જબ્બર એક્સાઇટેડ છે, તમે પણ તો એક્સાઇટેડ હશો મલ્હારને માધુરી દીક્ષિત સાથે એક જ ફ્રેમમાં જોવા માટે.

15 September, 2022 01:31 PM IST | Mumbai | Chirantana Bhatt

અન્ય લેખો

વેબ સિરીઝ

રહસ્ય પર ફોકસ, ડીટેલ્સને નજરઅંદાજ

પાત્રોની બૅક સ્ટોરીને દેખાડવામાં નથી આવી અને દરેક પાત્રને ઉપર-ઉપરથી દેખાડવામાં આવ્યું છે જેથી સ્ટોરીમાં ડીટેલિંગની ઊણપ દેખાઈ આવે છે : જુહી ચાવલા પાસે ખાસ કામ નહોતું, પરંતુ ક્રિતિકા કામરા અને કરિશ્મા તન્નાએ ખૂબ જ સારું કામ કર્યું છે

26 September, 2022 03:25 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

આ છે ‘હશ હશ’ની નારીશક્તિ

આ શોમાં જુહી ચાવલા, સોહા અલી ખાન, ક્રિતિકા કામરા, કરિશ્મા તન્ના, આયેશા ઝુલ્કા અને શહાના ખાન લીડ રોલમાં દેખાશે

14 September, 2022 03:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘હશ હશ’ દ્વારા ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર જુહી અને આયેશા ઝુલ્કા

આ પહેલો એવો શો છે જેમાં એકલી મહિલાઓ છે અને એને માત્ર મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવી છે

08 September, 2022 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK