Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Mirzapur 2: અલી ફઝલને ‘ગુડ્ડૂ’ને બદલે આ રોલ મળ્યો હતો...

Mirzapur 2: અલી ફઝલને ‘ગુડ્ડૂ’ને બદલે આ રોલ મળ્યો હતો...

04 November, 2020 08:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mirzapur 2: અલી ફઝલને ‘ગુડ્ડૂ’ને બદલે આ રોલ મળ્યો હતો...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


થોડા સમય પહેલા જ રીલીઝ થયેલી  ‘મિર્ઝાપુર-2’ (Mirzapur 2) બાદ દરેક એક્ટર પોતાના પાત્રોના નામથી ફેમસ થયા છે. આમાં ગુડ્ડુ પંડિતે (Guddu Pandit) એટલે કે અલી ફઝલે (Ali Fazal) ખૂબ જ ફેમ મળ્યું છે, પરંતુ શું તમે જાણો છો અલીને સિરીઝમાં ‘ગુડ્ડૂ’ પહેલા કોઈ બીજું પાત્ર ઑફર થયું હતુ, ત્યારબાદ અલીએ સિરીઝ કરવાની ના પાડી હતી.

એક વાતચીતમાં અલી ફઝલે સિરીઝની કહાની અને તેમાં પોતાના પાત્રને લઇને ચર્ચા કરતા અલીએ જણાવ્યું કે, “મને ગુડ્ડૂનું પાત્ર પસંદ આવ્યું હતુ, પરંતુ પહેલા મને કોઈ બીજું પાત્ર ઑફર થયું હતુ. મને લાગે છે કે કદાચ એ મુન્નાનો પાર્ટ હતો, જેને દિવ્યેંદુએ કર્યો છે. એ સમયે હું ગુડ્ડુના પાત્રમાં ઘુસી ગયો હતો, કેમકે મને લાગી રહ્યું હતુ કે હું આમાં ઘણું બધું કરી શકુ છું. મને એવા પાત્રો પસંદ આવે છે જે મારા માટે અનપ્રેડિક્ટેબલ છે.



અલીએ ઉમેર્યું કે, “આ કારણે મે ખોટુ કહ્યું મે કહ્યું કે મારી પાસે સમય નથી, કંઇક કામ આવી ગયું છે અને મે આ છોડી દીધું. ત્યારબાદ ફરી મને કૉલ આવ્યો અને તેમણે કહ્યું કે તેઓ એકવાર પ્રયત્ન કરીને જોવા ઇચ્છે છે.” ત્યારબાદ શું થયું એ તો તમામ દર્શકો જાણે છે. મિર્ઝાપુરમાં ગુડ્ડુ પંડિતના પાત્રમાં અલી ફઝલે જીવ રેડી દીધો. જ્યાં પહેલી સીઝનમાં તેનો રૉમાન્ટિક અને ઝનૂની અંદાજ જોવા મળ્યો, તો આ વખતે એક્સ્ટ્રીમની પણ લીમીટ જોવા મળી. શૉમાં તેના પાત્રને પણ દર્શકોએ ઘણો જ વખાણ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 08:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK