Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

21 October, 2021 02:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચન અને અમિત સાધ ફરી થશે આમને-સામને

‘બ્રીધ : ઇન ટુ ધ શેડો’ની ટીમ

‘બ્રીધ : ઇન ટુ ધ શેડો’ની ટીમ


અભિષેક બચ્ચન અને અમિત સાધ હવે આમને-સામને થવાના છે. ‘બ્રીધ’ની બીજી સીઝન ‘બ્રીધ : ઇન ટુ ધ શેડો’માં અભિષેક અને અમિતે કામ કર્યું હતું. આ શોમાં અભિષેક પોલીસની મદદ કરતો જોવા મળ્યો હતો, પરંતુ અંતે અમિતને ખબર પડે છે કે રિયલ વિલન કોણ હોય છે. તેને જાણ થાય છે કે અભિષેકની ડ્યુઅલ પર્સનાલિટી છે અને હવે આગામી સીઝનમાં તેઓ આમને-સામને જોવા મળશે. મયંક શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ શોનું શૂટિંગ મુંબઈ અને દિલ્હીમાં કરવામાં આવશે અને એ ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવશે. લોકોને બીજી સીઝન ખૂબ પસંદ પડી હોવાથી હવે એની ત્રીજી સીઝન લવાઈ રહી છે. આ સીઝન પહેલાંની બે સીઝન કરતાં વધુ થ્રિલથી ભરપૂર હશે તેમ જ આ શોમાં વધુ નવાં પાત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી એને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2021 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK