Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આમિર બશીર હવે મીરા નાયરની વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં જોવા મળશે

આમિર બશીર હવે મીરા નાયરની વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં જોવા મળશે

22 January, 2020 01:48 PM IST | Ahmedabad

આમિર બશીર હવે મીરા નાયરની વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં જોવા મળશે

આમિર બશીર

આમિર બશીર


ઍમેઝૉન પ્રાઇમ સિરીઝ ‘ઇનસાઇડ એજ’માં ‘ભાઈસાબ’ના રોલથી જાણીતો બનેલો અભિનેતા આમિર બશીર હવે મીરા નાયરની વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં જોવા મળશે. શરૂઆતથી જ જેની ચર્ચા થઈ રહી છે એ ‘અ સૂટેબલ બૉય’ સિરીઝ વિક્રમ સેઠની એ જ નામની નૉવેલ પર આધારિત છે અને તેને બીબીસી પર ૬ ભાગમાં દર્શાવવામાં આવશે.

‘અ સૂટેબલ બૉય’ પાર્ટિશન પછીના કાળમાં આકાર લેતી ૧૯ વર્ષના એક યુવકની વાત છે જે તેનાથી ઉંમરમાં મોટી એક વેશ્યાના પ્રેમમાં પડે છે. આ સિરીઝમાં તબુ, ઈશાન ખટ્ટર, વિનય પાઠક, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, શૈફાલી શાહ, રણવીર શૌરી, વિનય પાઠક, માનસી મુલતાની, વિવાન શાહ જેવા પ્રતિભાશાળી કલાકારો છે અને આ યાદીમાં આમિર બશીરનું નામ પણ ઉમેરાયું છે. આમિર આ સિરીઝમાં બૈતરના નવાબસાહેબનો રોલ કરશે. આ ઉપરાંત ટેલિવિઝન અને ફિલ્મના અભિનેતા મનોજ પાહવાનું નામ પણ આ વેબ-સિરીઝની લાંબી સ્ટારકાસ્ટની યાદીમાં જોડાયું છે.



ર સિરીઝમાં બૈઈલપ્યુ;ો છે અને આ આમિર બશીરે ‘અ વેનસડે’ અને ‘હૈદર’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તો ક્રિકેટ પર બેસ્ટ લોકપ્રિય સિરીઝ ‘ઇનસાઇડ એજ’માં પણ તેના ‘ભાઈસાબ’ના પાત્ર અને તેના પર્ફોર્મન્સનાં ખૂબ વખાણ થઈ રહહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:48 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK