Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તો શું હવે શૈલેષ લોઢા બાદ બબીતા​​જી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને કહેશે અલવિદા?

તો શું હવે શૈલેષ લોઢા બાદ બબીતા​​જી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને કહેશે અલવિદા?

23 May, 2022 08:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મીડિયા અહેવાલો અનુસાર `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં બબીતા ​​જીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા પણ શો છોડવા જઈ રહી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ટીવીના પ્રખ્યાત કોમેડી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` વિશે દરરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં, તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું છે. તે પહેલા દયાબેનનું પ્રખ્યાત પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ શો છોડી દીધો હતો. હવે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` વિશે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ જાણીને શોના દર્શકોને પણ આંચકો લાગી શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં બબીતા ​​જીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા પણ શો છોડવા જઈ રહી છે. ઓટીટીના પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ઓટીટીનો ભાગ હોવાને કારણે તેણે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, આ મામલે મુનમુન દત્તા અને `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.



નોંધનીય છે કે બિગ બોસ ઓટીટીના નિર્માતાઓએ શોનો ભાગ બનવા માટે મુનમુન દત્તાનો સંપર્ક કર્યો છે. જો અભિનેત્રી રિયાલિટી શોનો ભાગ બનશે તો તેણે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` છોડવી પડશે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. તે લગભગ 14 વર્ષ સુધી આ શોનો ભાગ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ છેલ્લા કેટલાક મહિનાઓથી શૂટિંગ પર આવ્યા નથી અને તેમની આગળ પણ આવવાની કોઈ યોજના નથી.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 08:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK