° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


કૉલેજના દિવસો કેમ યાદ આવી ગયા સાક્ષી તનવરને?

04 August, 2021 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હું મુંબઈમાં ઍક્ટ્રેસ તરીકે કામ કરી રહી હતી, પરંતુ હું તેમને કોઈ દિવસ શાંતિથી મળી નહોતી અને તેમની સાથે કામ પણ નહોતું કર્યું. જોકે તેમની સાથે કામ કરવાની મારી ઇચ્છા હતી

સાક્ષી તનવર

સાક્ષી તનવર

સાક્ષી તનવરનું કહેવું છે કે ‘ડાયલ 100’ને કારણે તેને કૉલેજના દિવસો યાદ આવી ગયા હતા. તેણે ફિલ્મ ‘ડાયલ 100’માં મનોજ બાજપાઈ સાથે કામ કર્યું હતું. તેઓ કૉલેજના દિવસથી એકમેકને ઓળખતાં હતાં. આ વિશે વાત કરતાં સાક્ષી તનવરે કહ્યું હતું કે ‘મનોજ સર સાથે કામ કરવું મારા માટે આ ખૂબ જ સ્પેશ્યલ અને ઇમોશનલ મોમેન્ટ હતી. હું દિલ્હીની લેડી શ્રી રામ કૉલેજમાં હતી જ્યાં અમે સ્ટ્રીટ પ્લેમાં કામ કરી રહ્યાં હતાં જેને મનોજ સરે ડિરેક્ટ કર્યું હતું. આ ૩૦ વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું સ્ટુડન્ટ હતી. ત્યાર બાદ તેઓ તરત મુંબઈ આવી ગયા હતા અને ‘સત્યા’ રિલીઝ થઈ હતી. એ સમયે હું લોકોને કહેતી કે હું તેમને ઓળખું છું. તેઓ મારા પહેલા ડિરેક્ટર હતા અને હું જ્યારે ઍક્ટ્રેસ બનીશ ત્યારે તેમને મળીશ. હું મુંબઈમાં ઍક્ટ્રેસ તરીકે કામ કરી રહી હતી, પરંતુ હું તેમને કોઈ દિવસ શાંતિથી મળી નહોતી અને તેમની સાથે કામ પણ નહોતું કર્યું. જોકે તેમની સાથે કામ કરવાની મારી ઇચ્છા હતી. હું તેમને મળીને કહેવા માગતી હતી કે સર, તમે મને ઓળખો છો? હું એ જ વ્યક્તિ છું જેને તમે સ્ટ્રીટ પ્લેમાં ડિરેક્ટ કરી હતી.’

04 August, 2021 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ને મલાઇકા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ જજ કરશે

હવે આ સીઝનમાં સ્પર્ધકોમાં કેટલું પરિવર્તન આવ્યું છે એ જોવા માટે આતુર છું. આ શોની ખાસિયત એ છે કે શોમાં દેશના ખૂણે-ખૂણેથી વિવિધતાસભર ટૅલન્ટેડ લોકો આવે છે. મારા માટે આ અવર્ણનીય અનુભવ રહ્યો છે.

23 September, 2021 02:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TMKOCની કૉન્ટ્રોવર્સી ક્વિન ‘બબીતાજી’ની બોલ્ડ એન્ડ સેક્સી તસવીરો વાયરલ

અભિનેત્રી કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહેતી હોય છે

23 September, 2021 10:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

ઉદિતે કદી ખેતી નથી કરી, પરંતુ ટુવાલમાં ફરવું તેને ગમે છે : કુમાર સાનુ

તાજેતરમાં જ બન્ને ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા

22 September, 2021 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK