° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

રણવીર પાસેથી શેની પ્રેરણા લીધી તનાઝ ઈરાનીએ?

06 February, 2021 02:09 PM IST | Mumbai | Mid-day Correspondent

રણવીર પાસેથી શેની પ્રેરણા લીધી તનાઝ ઈરાનીએ?

તનાઝ ઈરાની

તનાઝ ઈરાની

મહારાણી રાજેશ્વરીના રોલ માટે રણવીર સિંહ પાસેથી પ્રેરિત થઈને તનાઝ ઈરાનીએ પણ પોતાને લોકોથી અળગી કરી દીધી હતી. ઝી ટીવી પર આવતી ‘અપના ટાઇમ ભી આએગા’માં દેખાડવામાં આવ્યું છે કે મેઘા રે જે રાનીનું પાત્ર ભજવે છે તે ગામડામાં રહે છે, પરંતુ તેનાં સપનાંઓ મોટાં હોય છે. તેને મેકૅનિકલ એન્જિનિયર બનવું છે. જોકે પરિસ્થિતિઓ એવી ઘડાય છે કે તેને પોતાના પિતા રામધીરની ડ્રાઇવરની નોકરી સંભાળવી પડે છે. આ શોમાં તનાઝ સ્ટ્રિક્ટ મહારાણી રાજેશ્વરીનો રોલ કરી રહી છે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે કેવા પ્રકારની તૈયારી કરી હતી એ વિશે તનાઝે કહ્યું હતું કે ‘આ પાત્ર ભજવવું મારા માટે અઘરું હતું, કારણ કે મારા સ્વભાવ કરતાં એ એકદમ અલગ છે. મને વાતો કરવી અને નવા લોકો સાથે મળવું ગમે છે. હું હંમેશાં કોઈ પણ પાર્ટીની જાન બની જાઉં છું, પરંતુ હાલના રોલમાં એની જરૂર નહોતી. એથી મારા કૅરૅક્ટરમાં નેગેટિવિટી લાવવા માટે મેં મારી ટીમથી અંતર જાળવી રાખ્યું હતું. એવું કરીને તેમની સાથે મને ખૂબ મજા પણ આવી હતી. મને એવું લાગ્યું કે જો હું તેમની સાથે હળીમળીને રહીશ અને સેટ પર દરેક સાથે ફ્રેન્ડ્લી રહીશ તો મારા પાત્રની આખી ઇમેજ ભાંગી જશે. તેમની સાથે સ્ટ્રિક્ટ અને કઠોર રહીશ તો સ્વાભાવિક છે કે તેમના મનમાં મારા પ્રતિનું માન ઘટી જશે અને મારા કૅરૅક્ટરની જે ઑરા છે એ જળવાઈ રહેશે. એ ચોક્કસ અઘરું તો હતું, પરંતુ એને કારણે વાતાવરણ ચાર્જ્ડ રહેતું હતું અને દરેક કામને લઈને સંતુષ્ટ હતા. આખરે આપણે બધા અહીં કામ માટે તો આવ્યા છીએ. વાસ્તવમાં તો લોકોથી અળગા થવાની જે પ્રેરણા છે એ મને રણવીર સિંહ પાસેથી મળી હતી. તેણે ‘પદ્માવત’માં પોતાના પાત્ર માટે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધો હતો. મને એવું લાગ્યું કે જો તે ફિલ્મ માટે આવું કરી શકે છે તો આપણે પણ ટેલિવિઝન માટે કરી શકીએ છીએ. એ બાબતે મને ખૂબ મદદ કરી અને એ મારા માટે કારગર પણ નીવડી. લોકો ટેલિવિઝનની ઍક્ટિંગને ગંભીરતાથી નથી લેતા. જોકે મારું માનવું છે કે જો તમે એને જાળવી રાખો અને એને સિરિયસલી લો તો એક ઍક્ટરને એનો ચોક્કસ લાભ મળે છે.’

06 February, 2021 02:09 PM IST | Mumbai | Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ઇન્ડિયા કી વાઇબ અલગ હૈ

ઇન્ડિયન પ્રીમિયર લીગની આ એન્થમ માટે હૉટસ્ટારે આઠ ગીતકારનો ઉપયોગ કર્યો

12 April, 2021 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કોવિડ-પૉઝિટિવ થયા પછી ‘કુરબાન હુઆ’ના નીલે ફૅન્સને કઈ ઍડ્વાઇઝ આપી?

રાજવીર સિંહે કહ્યું કે કોરોનાને હસી કાઢવામાં સાર નથી, ગંભીરતાથી બધા નિયમોનું પાલન કરજો

12 April, 2021 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

પૂજા બૅનરજીને નાનપણમાં કેમ રૂમમાં પૂરી દેવામાં આવતી?

‘કુમકુમ ભાગ્ય’ ફેમ ઍક્ટ્રેસ પૂજા બૅનરજીએ પોતાના ભાઈઓ સાથેની કઈ યાદોને વાગોળી?

12 April, 2021 02:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK