Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કેનેડા પહોંચતા જ મુશ્કેલીમાં ફસાયો કપિલ શર્મા, કોમેડિયન વિરુદ્ધ અમેરિકામાં નોંધાયો કેસ

કેનેડા પહોંચતા જ મુશ્કેલીમાં ફસાયો કપિલ શર્મા, કોમેડિયન વિરુદ્ધ અમેરિકામાં નોંધાયો કેસ

03 July, 2022 03:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ કોન્ટ્રાક્ટ મુજબ કપિલે ઉત્તર અમેરિકામાં 6 શો કરવાના હતા

કપિલ શર્મા. ફાઇલ તસવીર

કપિલ શર્મા. ફાઇલ તસવીર


ફેમસ કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેની વિરુદ્ધ અમેરિકામાં કેસ નોંધવામાં આવ્યો છે. કપિલ શર્મા હાલમાં તેની આખી ટીમ સાથે કેનેડામાં છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ તેની સામે કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર મામલો વર્ષ 2015નો છે. તે સમયે અમેરિકાના ન્યુ જર્સી સ્થિત ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાઈ યુએસએ ઈન્કે કપિલ શર્મા સાથે કરાર કર્યો હતો.

આ કોન્ટ્રાક્ટ મુજબ કોમેડિયન ઉત્તર અમેરિકામાં 6 શો કરવાના હતા. આ માટે તેને પૂરા પૈસા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ સાઈ યુએસએ ઈન્કનો આરોપ છે કે કપિલ શર્માએ માત્ર 5 શો કર્યા હતા. જો કે તેણે કહ્યું હતું કે તે એક શોના પૈસા પરત કરશે, પરંતુ કંપનીએ આરોપ લગાવ્યો છે કે કપિલ શર્માએ આ અંગે કોઈ કમિટમેન્ટ કરી નથી. તેને ધ્યાનમાં રાખીને અમેરિકામાં સાઈ યુએસએ ઈન્કે કપિલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.



કંપનીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ આ માહિતી આપી છે. સાઈ યુએસએ ઈન્કે તેના ફેસબુક પેજ પર લખ્યું કે “સાઈ યુએસએ ઈન્કે કપિલ શર્મા વિરુદ્ધ 2015માં કરાર ભંગ બદલ કેસ દાખલ કર્યો છે.” તે જ સમયે, અંગ્રેજી સમાચાર વેબસાઈટ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, કંપનીના પ્રમોટર અમિત જેટલીએ દાવો કર્યો હતો કે “તેમણે શો કર્યું ન હતું અને જવાબ આપ્યો ન હતો. જોકે અમે ઘણી વખત કોર્ટ સમક્ષ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.” રિપોર્ટ અનુસાર કપિલ શર્મા સાથે જોડાયેલો આ કેસ ન્યૂયોર્કની કોર્ટમાં પેન્ડિંગ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK