Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બીજી વાર પિતા બન્યા Karanvir Bohra, પત્નીએ આપ્યો દીકરીને જન્મ

બીજી વાર પિતા બન્યા Karanvir Bohra, પત્નીએ આપ્યો દીકરીને જન્મ

21 December, 2020 01:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીજી વાર પિતા બન્યા Karanvir Bohra, પત્નીએ આપ્યો દીકરીને જન્મ

પુત્રીઓ સાથે કરણવીર બોહરા. તસવીર સૌજન્ય- જાગરણ

પુત્રીઓ સાથે કરણવીર બોહરા. તસવીર સૌજન્ય- જાગરણ


ફૅમસ ટીવી એક્ટર કરણવીર બોહરા બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની ટીજે સિદ્ધુએ એક દીકરીને જન્મ આપ્યો છે. કરણવીર બીજી વખત પિતા જરૂર બન્યા છે, પરંતુ હવે તેઓ ત્રણ દીકરીઓના પિતા છે, કારણકે કરણવીર બોહરાની પહેલી જ બે પુત્રીઓ (ટ્વિન્સ) છે. બીજી વાર પિતા બનવાની જાણકારી કરણવીર બોહરાએ સ્પૉટબૉય સાથેની વાતચીતમાં કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Karanvir Bohra (@karanvirbohra)




સ્પૉટબૉય સાથેની વાતચીત કરતા કરણવીર બોહરાએ કહ્યું, હા અમારા ઘરમાં ફરીથી એક દીકરીનો જન્મ થયો છે. અમે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે દીકરી હોય કે દીકરો, અમે એનું બરાબર સ્વાગત કરીશું. જો છોકરો હોત, તો અમારા પરિવારમાં લક્ષ્મી, સરસ્વતી અને ગણેશ હોત, હવે આ છોકરી છે તો આ ત્રણેય લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી છે. હું મારી જાતને સૌથી નસીબદાર માનું છું. ઓમ નમ: સિવાય.

કરણે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ ત્રણેય દીકરીઓ સાથે એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. વીડિયોમાં કરણની બન્ને દીકરીઓ તેને પ્રેમ કરતી જોવા મળી રહી છે અને ત્રીજી દીકરીને એક્ટરે પોતાના ખોળામાં રાખી છે. વીડિયો શૅર કરવાની સાથે કરણે લખ્યું છે, હાલ મારી અંદર જે ખુશી દોડી રહી છે, તે હું ઈમેજિન પણ નથી કરી શકતો. હું આજે ત્રણ પુત્રીનો પિતા બન્યો છું. જીવનમાં આનાથી સારું બીજું કશું નથી. વિચારો.. હું ત્રણ રાણીઓ સાથે વિશ્વ પર રાજ કરી રહ્યો છું. મારા જીવનમાં આ પરીઓ મોકલવા માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર.


તમને જણાવી દઈએ કે કરણ અને ટીજે સિદ્ધુ બીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. આ અગાઉ વર્ષ 2016માં બન્નેના ઘરે ટ્વિન્સ દીકરીઓનો જન્મ થયો હતો જેનુ નામ રાયા બેલા બોહરા અને વિએના બોહરા છે. કરણે જણાવ્યું હતું કે ટીજેની પ્રેગ્નેન્સીથી તેમની બન્ને દીકરો ઘણી એક્સાઈટેડ હતી. તેઓ ટીજેના પેટ પર કિસ કરીને દરરોજ બેબીને ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ વિશ કરતી હતી. કરણ અને ટીજીએ આ વર્ષે ઑગસ્ટમાં સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી હતી કે તેમના ઘરે નાનકડાં મહેમાનનું આગમન થવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2020 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK