Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી

દર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી

26 February, 2021 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી

રૂપાલી ગાંગુલી

રૂપાલી ગાંગુલી


નાના પડદાની સીરિયલની રેટિંગનો હિસાબ રાખનારી સંસ્થા BARCએ વર્ષના સાતમાં સપ્તાહમાં ટૉપ 5 રહેલા શૉઝની લિસ્ટ બહાર પાડી છે. 13 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી વચ્ચે જે શૉઝ દર્શકોની પસંદગીમાં રહ્યા છે, તેમની પૉઝિશનમાં વધારે બદલાવ થયો નથી.

શહેરી વિસ્તારોમાં દર્શકોની પસંદમાં કોઈ ફેરફાર થયો નથી. છઠ્ઠા સપ્તાહની ટૉપ 5 લિસ્ટ સાતમાં સપ્તાહમાં બિલકુલ બદલાઈ નથી. સ્ટાર પ્લસનો લોકપ્રિય શૉ અનુપમાએ સાતમાં સપ્તાહમાં પણ પહેલું સ્થાન મેળવ્યું છે. આ શૉ છેલ્લા ઘણા સપ્તાહોથી નંબર વન પર છે. આ શૉમાં રૂપાલી ગાંગુલી અને સુધાન્શુ પાન્ડે મુખ્ય ભૂમિકામાં છે.



બીજા અને ત્રીજા સ્થાન પર પણ સ્ટાર પ્લસનો શૉ પર કબજો રહ્યો. બીજા સ્થાન પર 'ઈમલી' અને ત્રીજા સ્થાન પર 'ગુમ હે કિસી કે પ્યાર મેં' આવ્યો. આ બન્ને શૉઝ છેલ્લા સપ્તાહમાં પણ એ જ સ્થાન પર રહ્યો હતો. ઈમલીમાં સુમ્બુલ તૌકરી ખાન ટાઈટલ રોલમાં છે, જ્યારે ગશમીર મહાજની અને મયૂરી દેશમુખ મહત્વનું પાત્ર ભજવે છે. 'ગુમ હે કિસી કે પ્યાર મેં' શૉમાં નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા મુખ્ય પાત્રોમાં નજર આવે છે.


ચોથા સ્થાન પર ઝી ટીવીનો શૉ કુંડળી ભાગ્ય આવ્યો. આ શૉમાં શ્રદ્ધા આર્યા અને ધીરજ ધૂપર મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યા છે. પાંચમાં સ્થાન પર સ્ટાર પ્લસનો શૉ યહ રિશ્તા ક્યા કહેલાતા હૈએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. છઠ્ઠા સપ્તાહમાં પણ આ શૉ પાંચમાં ક્રમે રહ્યો હતો.

તેમ જ ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ દર્શકોની પસંદમાં થોડો બદલાવ નજર આવ્યો. શરૂઆતના ત્રણ સ્થાન પર તો ઝી અનમોલનો શૉ 'તુઝસે હૈ રાબ્તા', 'તુઝસે હૈ રાબ્તા' ( 2 કલાક સ્પેશિયલ) અને 'કુંડળી ભાગ્ય' રહ્યો. ચોથા અના પાંચમાં સ્થાન પર સ્ટાર ઉત્સવનો શૉ 'યહ રિશ્તા ક્યા કહેલાતા હે' અને 'સાથ નિભાના સાથિયા' રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK